Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં માલજીપુરા નજીક બાઇક સવાર ઇસમનું કારની અડફેટે મોત.

Share

ભરૂચ જિલ્લાનાં નેત્રંગ તાલુકાનાં કોલીવાડા ગામે રહેતા શાંતિલાલ ઈશ્વરભાઈ વસાવા ખેતીવાડી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ તેમનો પુત્ર હરેશ વસાવા તેની હોન્ડા સાઇન ગાડી લઇ કોલીવાડાથી વાલીયા તાલુકાના ચમારીયા ગામે જવા નીકળ્યો હતો. શાંતિલાલભાઈ તેમના ઘરે હતા ત્યારે સાંજના પાંચ વાગ્યાના અરસામાં તેમના પર તેમના ગામના પિયુષભાઈ વસાવાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારા પુત્ર હરેશને વાલીયાથી નેત્રંગ તરફ જવાના રસ્તા ઉપર માલજીપુરા ગામના પાટિયા પાસે ફોરવ્હીલ ગાડીના ચાલકે ટક્કર મારી છે. શાંતિલાલભાઈ તેમની ગાડી લઇ ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યારે તેમનો છોકરો માલજીપુરા ગામના પાટિયા પાસે અકસ્માત થયેલી હાલતમાં પડયો હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજેલ હતું. ત્યાંથી થોડે દુર એક કાર પણ અકસ્માત થયેલ હાલતમાં પડેલી હતી, પરંતુ તેનો ચાલક અકસ્માત સર્જી ભાગી ગયો હતો. શાંતિલાલ ઈશ્વરભાઈ વસાવાએ કાર ચાલક વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

ProudOfGujarat

લીંબડી બસ સ્ટેશનમાં રખડતાં ઢોરનો ત્રાસ.

ProudOfGujarat

ભરૂચમાં શખ્સ ૧૦૦ રૂપિયાની દારૂની બોટલ સાથે ઝડપાયો, રોકડા ૭૫ હજારનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!