Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝારખંડના ધનબાદ એરપોર્ટથી ઉડાન ભરતા જ ગ્લાઈડર ઘરની ઉપર ક્રેશ થતાં બે લોકો ઇજાગ્રસ્ત

Share

ઝારખંડના ધનબાદમાં બરવડા એરપોર્ટ નજીક એક મકાનમાં ગ્લાઈડર ક્રેશ થતાં આ ઘટનામાં 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બંને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એરપોર્ટ પરથી ગ્લાઈડર ટેકઓફ થયાના થોડા જ સમયમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાતા ગ્લાઈડર લગભગ 500 મીટરના અંતરે ક્રેશ થયું હતું.

આ ગ્લાઈડર તૂટી પડવાની જાણ સ્થાનિક વહીવટીતંત્રને થતાં જ જિલ્લા વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું. પોલીસ અને પ્રશાસને ઘટનાસ્થળે પહોંચીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. આ ઘટનાની જાણ થતા જ લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. કેટલાક સમયથી લોકોને ગ્લાઈડર દ્વારા ધનબાદના પ્રવાસે લઈ જવામાં આવી રહ્યા હતા. ગ્લાઈડર ઉપડ્યું પણ હતું પરંતુ ટેકનિકલ ખામીના કારણે તે ક્રેશ થઈ ગયું હતું. અધિકારીઓ ટેકનિકલ ખામીઓ શોધી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ધી પાલેજ હાઇસ્કુલ પાલેજનું ધોરણ 10 નું ૭૩ ટકા પરિણામ આવ્યું

ProudOfGujarat

ભરૂચ : ખરાબ રસ્તાઓને કારણે જીવ ગુમાવનાર લોકોના પરિવારોને સહાય આપવાની માંગ સાથે સ્થાનિક લોક અધિકાર મંચ દ્વારા આંખે કાળી પટ્ટી બાંધી કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

જનજાતિ ગરીમા ઉત્સવ-૨૦૨૬ અંતર્ગત ઉમરપાડાના ઉચવાણ ગામે વિશેષ કેમ્પ યોજાયો : “જન ભાગીદારી – સબસે દૂર, સબસે પાસ” અભિયાન હેઠળ આદિમજૂથના પરિવારોને ઘરઆંગણે સરકારી યોજનાઓનો લાભ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!