Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર GIDC વિસ્તારમાં SOGની સફળ કાર્યવાહી : ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક ઝડપાયો, ₹93,280નો મુદ્દામાલ જપ્ત

Share

 

ભરૂચ :

Advertisement

 

ભરૂચ પોલીસના “નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેઈન” અંતર્ગત જિલ્લા એસ.ઓ.જી.એ અંકલેશ્વર GIDC વિસ્તારમાં દરોડો પાડી ગાંજો અને મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી કુલ ₹93,280નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે વધુ બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા ડ્રગ્સ વિરોધી અભિયાન દરમિયાન એસ.ઓ.જી.ની ટીમને બાતમી મળી હતી કે અંકલેશ્વર GIDCના તોરલ એપાર્ટમેન્ટમાં રહેતો એક વ્યક્તિ પોતાના ફ્લેટમાંથી માદક પદાર્થોનું વેચાણ કરે છે. બાતમીના આધારે પોલીસ ટીમે ફ્લેટ પર દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસ દરમિયાન પોલીસે મોહિતકુમાર રાજેશકુમાર પાલ, રહે. તોરલ એપાર્ટમેન્ટ, અંકલેશ્વર GIDCની ધરપકડ કરી હતી. આરોપીના કબજામાંથી 1.045 કિલોગ્રામ ગાંજો, 12.01 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને એક મોબાઇલ ફોન મળી કુલ ₹93,280નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપીએ આ માદક પદાર્થો અન્ય બે વ્યક્તિઓ પાસેથી વેચાણ માટે લાવ્યાનું બહાર આવ્યું છે.

આ ગુનામાં સંડોવાયેલા મિથિલેશ (રહે. લક્ષ્મણનગર, અંકલેશ્વર) અને **દીપ્તેશ પટેલ (રહે. 500 ક્વાર્ટર્સ, અંકલેશ્વર)**ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. આ અંગે અંકલેશ્વર GIDC પોલીસ સ્ટેશનમાં NDPS Act, 1985ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


Share

Related posts

અંકલેશ્વરના ત્રણ રસ્તા ઓએનજીસી વર્કશોપ પાસે ઓઅએનજી દ્વારા ગ્રીન બેલ્ટ ઉજ્જડ બનતા પ્રકૃતિ પ્રેમીઓમાં તંત્ર સામે રોષ ભભૂકી રહ્યો છે…

ProudOfGujarat

નવા સંસદ ભવનમાં સ્પીકરની સીટ પાસે સ્થાપિત થનાર સેંગોલ શું છે? જાણો

ProudOfGujarat

પાલેજના કિશનાડ ગામની સીમમાં આમોદના યુવકે અગમ્ય કારણોસર ગળા ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!