Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના બંબાખાના વિસ્તારમાં મચ્છી બજારમાં ભારે ભીડથી ટ્રાફિક જામ, દર્દીને લઈ જતી એમ્બ્યુલન્સ ફસાઈ : માછલી મેળવવાની હોડમાં માણસાઈ ભૂલ્યા લોકો, રસ્તો ન મળતા દર્દીના જીવ પર બન્યું સંકટ

Share

 

ભરૂચ:

Advertisement

 

ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં રોડની બંને બાજુ ભરાતા મચ્છી બજારમાં ભારે ભીડ ઉમટતા ગુરુવારે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. રોડ પર ખરીદદારો અને વાહનોની અવરજવર વધી જતાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

આ દરમિયાન દર્દીને સારવાર માટે હોસ્પિટલ લઈ જતી એક એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી. એમ્બ્યુલન્સનું સાઇરન સતત વાગતું હોવા છતાં ભીડ અને ટ્રાફિકને કારણે તેને આગળ વધવા માટે રસ્તો મળ્યો નહોતો. ઘટનાને પગલે આસપાસ હાજર લોકોમાં પણ ચિંતા ફેલાઈ હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ બંબાખાના વિસ્તારમાં મચ્છી બજાર રોડની બંને બાજુ ભરાતું હોવાથી વાહનોની અવરજવર માટે પૂરતી જગ્યા રહેતી નથી. ખાસ કરીને રજાના દિવસો અને મચ્છીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટતા ટ્રાફિકની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરે છે.

આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે આપત્તિની સ્થિતિમાં એમ્બ્યુલન્સ અને અન્ય ઇમરજન્સી વાહનોને પ્રાથમિકતા આપવાની નાગરિકોની જવાબદારી કેટલી મહત્વપૂર્ણ છે. માછલી મેળવવાની હોડમાં કેટલાક લોકો માણસાઈ ભૂલી જતા દર્દીને સમયસર સારવાર મળવામાં વિલંબ થવાની સ્થિતિ સર્જાઈ હતી.

સ્થાનિકોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે બંબાખાના વિસ્તારમાં મચ્છી બજાર માટે યોગ્ય સ્થળની વ્યવસ્થા કરવામાં આવે તેમજ ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસની કાયમી વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી સર્જાય નહીં.


Share

Related posts

પંચમહાલ પોલીસ અને જિલ્લા સરકારી વકીલ દ્વારા સાયબર ક્રાઈમ અને ઇન્વેસ્ટિગેશન પર લીગલ સેમિનાર યોજાયો.

ProudOfGujarat

ભરૂચમાં જંબુસર બાયપાસથી કંથારિયા સુધીમાં ૪૦થી વધુ દબાણો દૂર કર્યા

ProudOfGujarat

નડિયાદ : કઠલાલના ભોઇના મુવાડી ખાતેથી ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!