Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં 40 વર્ષીય આધેડ ઘરેથી રહસ્યમય સંજોગોમાં ગુમ, અપહરણની આશંકા સાથે માતાએ નોંધાવી ફરિયાદ : પતિના અવસાન બાદ માનસિક તકલીફથી પીડાતા પુત્ર અગાઉ પણ બે-ત્રણ વખત ઘરેથી નીકળી ગયા હતા, આ વખતે મોબાઇલ ફોન પણ બંધ આવતાં માતાએ પોલીસની મદદ માગી

Share

। ભરૂચ ।

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલી આરઝુ સોસાયટીમાં રહેતા 40 વર્ષીય સિરાજુદ્દીન મલેક ઘરેથી રહસ્યમય સંજોગોમાં ગુમ થતાં ચકચાર મચી છે. પુત્રનો કોઈ પત્તો નહીં મળતાં 60 વર્ષીય માતાએ અજાણ્યા વ્યક્તિ દ્વારા અપહરણ કરી ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરી ભરૂચ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર, આરઝુ સોસાયટીમાં રહેતાં મુમતાઝબેન મલેકના પતિનું વર્ષ 2021માં અવસાન થયું હતું. ત્યારબાદ તેમના મોટા પુત્ર સિરાજુદ્દીન (ઉં.વ.40) માનસિક આઘાતમાં રહેતા હતા અને છેલ્લા ત્રણેક વર્ષથી મનોચિકિત્સકની સારવાર પણ લેતા હતા. જોકે, છેલ્લા એક વર્ષથી તેમણે દવા લેવાનું બંધ કરી દીધું હતું. અગાઉ પણ તેઓ બે-ત્રણ વખત કોઈને જાણ કર્યા વગર ઘરેથી નીકળી ગયા હતા અને એકાદ-બે દિવસમાં પરત આવી જતા હતા.

ગત 20 નવેમ્બરના રોજ મુમતાઝબેન લગ્નપ્રસંગેથી ઘરે પરત ફર્યા ત્યારે સિરાજુદ્દીન ઘરમાં હાજર હતા. માતાએ બેંકમાં જવાનું હોવાથી આધારકાર્ડ અને પાનકાર્ડ શોધી આપવા કહેતાં તેમણે બંને દસ્તાવેજો શોધી આપ્યા હતા. ત્યારબાદ માતા નીચેના રૂમમાં આરામ કરવા ગયાં હતાં, જ્યારે સિરાજુદ્દીન ઉપરના રૂમમાં ગયા હતા. રાત્રે આશરે સાડા આઠ વાગ્યે પુત્રવધૂ ઘરે આવી બહારથી દરવાજાની સાંકળ બંધ હોવા અંગે પૂછતાં તપાસ કરવામાં આવી હતી. જોકે, સિરાજુદ્દીન ઘરમાંથી ગાયબ જણાયા હતા.

માતાએ તેમના મોબાઇલ પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં ફોન સ્વિચ ઓફ આવતો હતો. સગા-સંબંધીઓમાં પણ તપાસ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો નહોતો. આખરે 22 નવેમ્બરના રોજ મુમતાઝબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુમ થયેલા સિરાજુદ્દીનની શોધખોળ સહિત સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.


Share

Related posts

પાકિસ્તાનની પ્રધાનમંત્રી બનવા માંગે છે અંડરવર્લ્ડ ડોન દાઉદની ગર્લફ્રેન્ડ ..!

ProudOfGujarat

રાજપારડી : બે દિવસ પૂર્વે સિમધરા પાસે બાઇક અકસ્માતમાં બે ઘાયલ યુવક પૈકી એકનું મોત.

ProudOfGujarat

પંચમહાલ-શહેરનગર અને ગ્રામીણ વિસ્તારમાં લોકડાઉનનો ચૂસ્ત અમલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!