Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વરખડીમાં આંગણવાડીના ભૂલકાઓના જીવ જોખમમાં! કેન્દ્રને અડીને જર્જરિત ખંડેર મકાન, તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જુએ છે? : નેત્રંગના નિશાળ ફળિયામાં વર્ષોથી જોખમી હાલતમાં ઉભેલું મકાન બાળકોની સુરક્ષા માટે ખતરો બન્યું; જર્જરિત મકાન તોડી કાટમાળ દૂર કરવાની ગ્રામજનોની ઉગ્ર માંગ

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના વરખડી ગામના નિશાળ ફળિયામાં આવેલી આંગણવાડી કેન્દ્ર-2ની બાજુમાં વર્ષો જૂનું જર્જરિત મકાન બાળકોની સુરક્ષા માટે ગંભીર જોખમ બની રહ્યું છે. ખંડેર હાલતમાં ફેરવાઈ ગયેલું આ મકાન ગમે ત્યારે ધરાશાયી થવાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વર્ષો પહેલાં આ મકાનમાં કચેરી કાર્યરત હતી, પરંતુ લાંબા સમયથી ઉપયોગમાં ન હોવાથી મકાન જર્જરિત બની ગયું છે. આંગણવાડીમાં દરરોજ નાના ભૂલકાઓ આવતા હોવાથી મકાનની જોખમી સ્થિતિ વાલીઓ અને ગ્રામજનો માટે ચિંતાનો વિષય બની છે.

Advertisement

ખાસ કરીને ચોમાસામાં ભારે વરસાદ કે વાવાઝોડા દરમિયાન જો આ મકાન ધરાશાયી થાય તો મોટી દુર્ઘટના સર્જાવાની આશંકા છે. આવી સ્થિતિમાં કોઈ નિર્દોષ બાળકને ઈજા કે જાનહાનિ થાય તો જવાબદારી કોની રહેશે? શું તંત્ર કોઈ અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે?

ગ્રામજનોએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે તાત્કાલિક સ્થળ તપાસ કરી જર્જરિત મકાનને નિયમ મુજબ તોડી પાડવામાં આવે અને કાટમાળનો નિકાલ કરવામાં આવે, જેથી આંગણવાડીમાં આવતા બાળકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.

 


Share

Related posts

વડોદરામાં ચૈત્રી નવરાત્રીના પ્રારંભે માતા રાણીના મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન પૂર્વક ભકતોએ પુજા-અર્ચના કરી.

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગના ધાંણીખુટ ખાતે આવેલ ધારીયા ધોધમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડુબી જતા મોત જયારે એકનો બચાવ.

ProudOfGujarat

લુવારામાં જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત યુવા સંમેલન યોજાયું, 13 યુવાનોનું સન્માન : સાંસદ પ્રભુભાઈ વસાવા અને ધારાસભ્ય અરુણસિંહ રણાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો; રિલાયન્સ, થરમેક્સ અને કેમલિન જેવી કંપનીઓમાં નોકરી મેળવનાર યુવા-યુવતીઓનું સન્માન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!