Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જૂની સિવિલ પાસે આવેલ મંદિરમાં ખોડિયાર જયંતિની કરાઇ ઉજવણી.

Share

આજરોજ તારીખ 9 ને બુધવારને મહાસુદ આઠમ ખોડીયાર માતાની જન્મ જયંતી.જુના ભરૂચમા આર.એસ દલાલ સ્કૂલ પાસે આવેલ ખોડીયાર માતાના મંદિરમાં ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.

ભરૂચમાં આર એસ દલાલ પાસે જૂની સિવિલમાં ખોડિયાર માતાનું અતિ પૌરાણિક અને પ્રાચીન મંદિર આવેલ છે એવું કહેવાય છે કે નવઘણને આ મંદિરની સ્થાપના કરી હતી અહીં આવનાર દરેક લોકોની માનતા પૂર્ણ થાય છે. માલધારી સમાજના કુળદેવી પણ હોય આ મંદિરે માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે.

દર વર્ષની જેમ પરંપરાગત રીતે ખોડિયાર જયંતિની ઉજવણી કરાઈ હતી. ખોડિયાર જયંતિ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો મંદિરમાં યોજવામાં આવ્યા હતા. જેમાં મહા આરતી, હવન તેમજ ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : વાલિયાના ડહેલી ગામ નજીક હાઈવા ચાલકે બાઇક સવાર પરિવારને અડફેટે લેતા પિતા-પુત્રનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : બસસ્ટેન્ડ નજીક રાહદારીને ટ્રક ચાલકે અડફેટે લેતા યુવકનું કમકમાટીભર્યું મોત.

ProudOfGujarat

અંકલેશ્વરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવ્યું, હજારો રૂપિયાના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!