Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ઝાડેશ્વર કોઠી ફળિયાના 15 થી વધુ ઝૂંપડામાં લાગી આગ.

Share

ભરૂચના ઝાડેશ્વર વિસ્તારના મકતમપુર નજીક આવેલ કોઠી ફળિયાની ઝૂંપડપટ્ટીમા આજે સવારે અચાનક આગ ભભૂકતા નાસભાગ મચી જવા સાથે અફરાતફરી સર્જાવા પામી હતી.

અચાનક ફાટી નીકળેલ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 15 જેટલા ઝૂંપડાઓ આ આગની ઝપેટમાં આવી ગયા હતા. આ આગને પગલે ઝૂંપડાની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ જવા પામી હતી. જોકે આ આગ કેવી રીતે લાગી તે કારણ હજુ અકબંધ રહેવા પામ્યું છે. આગની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને કરાતા ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

હારુન પટેલ : ભરૂચ

Advertisement

Share

Related posts

આગામી ૧૩મી સપ્ટેમ્બર ૨૦૨૫ના રોજ ભરૂચ જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન.

ProudOfGujarat

સુરત : સરકારની ગાઇડલાઈનનો પોલીસ મથક કે બહુમાળીમાં ભંગ કરનારને પણ સજા ફટકારશે અધિક કલેકટર.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની 108 ઝધડીયા ટીમ દ્વારા કિંમતી સામાન પરત કરી પ્રામાણિકતાનુ ઉત્તમ ઉદાહરણ પુરું પાડયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!