Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટના ખરચ ગામમાં જોધલપીર મંદિરનો આગિયારમો સાલગીરી મોહત્સવ યોજાયો.

Share

હાંસોટના ખરચ ગામ ખાતે જોધલપીર મંદિરનો આગિયારમો સાલગીરી મોહત્સવ ભીખુબાપુ ખરચના સાનિધ્યમાં ઉજવવામાં આવ્યો. જેમાં મહંત ગોરધનદાસબાપુ, મહંત શંભુનાથ બાપુ, ભીલપુરના સંત લાલજીદાસ બાપુ તેમજ જોધલપીર પરિવારના સંતો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સાંજે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મહાપ્રસાદીનું આયોજન સામાજિક કાર્યકર જસવંતભાઈ પરમાર અને ખરચના સરપંચ લક્ષ્મીબેન તરફથી કરવામાં આવ્યું હતું. આજુબાજુના ગામોના ભાવિક ભક્તોએ પુજાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. તેમજ સાંજના 7:00 કલાકે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, રેડક્રોસ બ્લડ બેન્ક રાજપીપળાના સહયોગથી ડૉ.જાદવ સાહેબ અને એમની ટીમ દ્વારા 34 બોટલ બ્લડ ભેગુ કરવામાં આવ્યું હતું. મહંત ગોરધનદાસબાપુ દ્વારા આશીર્વચન આપ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચનાં બંબાખાના પાસે અંબેમાતા સ્કૂલ નજીક વીજ પોલથી ગાયને કરંટ લાગતા ગાયનું કરૂણ મોત…

ProudOfGujarat

સુરતમાં સરકારી અનાજનું કૌભાંડ, હરિયાણા-ગુજરાત સરકારી અનાજને ટ્રકમાં સગેવગે કરતો ચાલક ઝડપાયો, મુખ્ય આરોપી સહિત 4 વોન્ટેડ

ProudOfGujarat

ભૂખ્યાને ભોજન સેવા એક વર્ષ પૂર્ણ કરી બીજા વર્ષ માં પ્રવેશ કર્યો,પ્રતિન ચોકડી અંકલેશ્વર ખાતે કેક કાપી ઉજવણી કરવામાં આવી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!