Proud of Gujarat
INDIAFeaturedGujarat

ઝઘડિયાના ઉમલ્લા નજીક ધોરીમાર્ગનું કામ કરતા મશીન સાથે ટ્રક અથડાતા અકસ્માત.

Share

સરદાર પ્રતિમાને જોડતા ધોરીમાર્ગ પર હાલમાં ભરૂચ અંકલેશ્વરથી ઝઘડિયા રાજપારડી રાજપીપળા સુધીનું કામ ચાલે છે. રાજેશભાઈ પ્રહલાદભાઈ પટેલ રહે. અમદાવાદના આ ધોરીમાર્ગનુ ઉમલ્લા નજીક કામ કરાવે છે. ગતરાત્રિના રાજેશભાઈ તેમના રાજપારડી ખાતેના નિવાસ સ્થાને હતા, ત્યારે રાતના બાર વાગ્યાના અરસામાં ઉમલ્લા તરફ કામ કરતા વોગલી પેવર મશીનના ચોકીદાર પ્રવીણભાઈનો રાજેશભાઈ પર ફોન આવ્યો હતો અને તેણે જણાવેલ કે આપણું મશીન રાજપારડીથી ઉમલ્લા તરફ જવાના ટ્રેક ઉપર પાર્ક કરેલ હતું, અને બેરિકેટીગનું ડાયવર્ઝન આપ્યું હતું તેમ છતાં રાજપારડી તરફ જતા એક ટ્રક ચાલકે રોંગ સાઈડે આવીને મશીન સાથે તેની ટ્રકને અથાડી દીધી હતી. આ અકસ્માતમાં મશીનને મોટું નુકસાન થયુ હોવાનું તેણે જણાવ્યુ હતું. સદનસીબે આ અકસ્માતમાં ચોકીદાર તથા અન્ય કામદારોને કોઈ જાનહાની થવા પામી નથી. પરંતુ મશીનને ખૂબ મોટું નુકસાન થયું હતુ. અા બાબતે રાજેશભાઈ પ્રહલાદભાઈ પટેલે ઉમલ્લા પોલીસ મથકમાં અકસ્માત કરનાર ટ્રકચાલક વિરુધ્ધ ફરિયાદ લખાવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ઝઘડીયા રાજપારડીના ટ્રક લિગ્નાઈટ વહન કરતાં ટ્રક ચાલકો અચોકકસ મુદતની હડતાળ પર ઉતાર્યા.

ProudOfGujarat

નર્મદામાં સ્કૂટર લઇને શાળા-ટ્યુશને જતા 18 વર્ષથી નાના બાળકોને ટ્રાફિક પોલીસ ઝડપી દંડ ફટકારશે,વાલીને પણ સજાની જોગવાઈ

ProudOfGujarat

ભરૂચમાં મતગણતરી નો પ્રારંભ.ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી ચાલી રહી છે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!