Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા સહિત હાંસોટ તાલુકાના કંટીયાજાલ ગામે ગ્રામ્ય વિસ્તારનો આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.

Share

અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં ભરૂચ જિલ્લા સહિત હાંસોટ તાલુકાના કંટીયાજાલ ગામ તથા નવેઠા ગ્રામ્ય વિસ્તારમાં આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. સેવા સેતુમાં વહીવટીતંત્રના 13 વિભાગોની 56 જેટલી સેવાઓને આવરી લેવામાં આવી હતી. આ વિસ્તારનાં ગંગા સ્વરુપા બહેનો, વૃધ્ધ પેન્શન, સખી મંડળ, આયુષ્માન કાર્ડથી લીધેલ લાભાર્થી બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. તથા સરકારની યોજનાઓનો લાભ વધુ લોકો સુધી પહોંચવા જણાવ્યું હતું.

રાજ્યમાં વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુસર તેમજ છેવાડાનો કોઈ પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ના રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા સેતુમાં અંક્લેશ્વર તાલુકાના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે લાભાર્થીઓને પ્રમાણપત્રો અને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા સેતુમાં કંટીયાજાલ ગામની આસપાસના 10 જેટલા ગામોને આવરી લેવામાં આવ્યા હતા અને લાભાર્થીઓએ વહીવટી તંત્રના વિવિધ 13 વિભાગોની 56 જેટલી સેવાઓનો સ્થળ ઉપર લાભ લીધો હતો. આ સેવા સેતુમાં આયુષ્યમાન ભારત કાર્ડ માટે લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સીન સહીત આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત ભરૂચના નવેઠા ગામમાં પણ સેવા સેતુનો આઠમો તબક્કો યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત હાંસોટના પ્રમુખ, ઉપપ્રમુખ, જિલ્લા પંચાયત ભરૂચના સામાજિક ન્યાય સમિતના અધ્યક્ષ, પદાધિકારીઓ, તા.પ.હાંસોટના કારોબારી અધ્યક્ષ, જિલ્લા મહામંત્રી, તાલુકા પ્રમુખ, મહામંત્રી, કલસ્તરમાં સમાવિષ્ટ ગામના સરપંચો સહિત અધિકારીઓ ઉપરાંત લાભાર્થીઓ હાજર રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

વડોદરામાં ટાઇલ્સની પેટીઓની આડમાં દારૂનો જથ્થો લાવતી ટ્રક પકડાઈ

ProudOfGujarat

વડોદરા : નિરાધાર વડીલોને વિનામૂલ્યે ભોજનની સેવા પૂરી પાડતી શી ટીમ.

ProudOfGujarat

વાંકલ : શ્રી વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત શ્રી એન. ડી.દેસાઈ સાર્વજનિક હાઇસ્કૂલ તથા તમામ વિભાગમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!