Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તિરંગા યાત્રા રેલી યોજાઇ.

Share

આપણો દેશ જયારે આઝાદીના 75 વર્ષ ઉજવી રહ્યો છે ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આજરોજ રેલ્વે સ્ટેશનથી પિરામણ નાકા નગરપાલિકા ઓફિસ સુધી તિરંગા યાત્રા રેલીનું આયોજન ચીફ ઓફિસર કે.એમ. કોલડિયાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું.

જેમાં ઈ.એન.જીનવાલા સ્કુલના પ્રિન્સીપાલ ઈશ્વરભાઈ પરમાર, સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડા, પ્રજ્ઞેશ શુક્લ, દીપક મોદી અને સ્કુલના બાળકો રેલીમાં જોડાયા હતા અને 13 થી 15 ઓગસ્ટ સુધી ઘરે ઘરે જઈને વ્યવસ્થિત રીતે તિરંગો લગાવવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું. જેમાં સૌ વડીલો ભાઈઓ – બહેનો, કર્મચારીઓ, વિદ્યાર્થી મિત્રો અને દેશ પ્રેમી જનતા આ તિરંગા યાત્રામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામેથી કત્લના ઇરાદે લઈ જવાતી ત્રણ ભેંસો ને પોલીસે બચાવી.બેને ઝડપી પાડ્યા.બે આરોપી વોન્ટેડ જાહેર કરાયા.કુલ્લે 3,43,000રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો

ProudOfGujarat

ગોધરા એલ.સી.બી પોલીસે ગોધરા નગરમાં બનેલ મોબાઈલ ફોન લુટનાર કુલ ત્રણ મોબાઈલ સાથે બે ઈસમોની દાહોદ રોડ પરથી ધરપકડ કરી મોબાઈલ ફોન લુટનાર ગુનાઓનો પર્દાફાસ કર્યો…

ProudOfGujarat

ધ્યાનચંદના જન્મદિને ભરૂચમાં રમતગમતનો જલસો: 352 ખેલાડીઓ મેદાનમાં : બેડમિન્ટનમાં 173 અને એથ્લેટિક્સમાં 179 ખેલાડીઓ વચ્ચે જંગ; વિજેતાઓ રાજ્યકક્ષાએ ભરૂચનું પ્રતિનિધિત્વ કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!