Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેશનલ હાઇવે ૪૮ પર સાંસરોદ ગામ પાસે ખાનગી લકઝરી બસ પલ્ટી મારતા દોડધામ, ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત.

Share

નેશનલ હાઇવે ૪૮ પર વડોદરા અને સુરત વચ્ચેનો હાઇવે માર્ગ જાણે કે અકસ્માત જોન તરીકે બન્યો હોય તેમ લાગી રહ્યું છે, હાઇવે ઉપર છાશવારે અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. કેટલાક બનાવોમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાક બનાવો માં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર લેવા મજબુર બની રહ્યા છે. નેશનલ હાઇવે ઉપર ભરૂચ જિલ્લાને જોડતા માર્ગ ઉપર આ પ્રકારની ઘટનાઓ સતત સામે આવતી જોવા મળી રહી છે, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના વહેલી સવારે સર્જાઈ હતી.

ભરૂચ નેશનલ હાઇવે પર પાલેજ નજીક આવેલ સાંસરોદ ગામ પાસે આજે વહેલી સવારના સમયે જામ ખંભાળિયાથી સુરત તરફ મુસાફરોને લઈ જતી એક ખાનગી લકઝરી બસ નંબર GJ 03 BV 0242 ના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા લકઝરી બસ અચાનક પલ્ટી ખાઇ જતા બસમાં સવાર મુસાફરોના જીવ ટાળવે ચોંટી ગયા હતા.

Advertisement

અકસ્માત બાદ લકઝરી બસમાં ફસાયેલ મુસાફરોને સ્થાનિકોની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનામાં ત્રણથી વધુ મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચતા તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે એક સમયે હાઇવે ઉપર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. જોકે સ્થાનિક પોલીસની મદદથી ટ્રાફિકને ગણતરીના સમયમાં રાબેતા મુજબનો કરાયો હતો.

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

ઝધડીયા : પીપરીપાન ગામે દસેરા ના દિવસે રાષ્ટ્રગીત ના ગાન સાથે નવરાત્રી પર્વ સંપન્ન કરાયું

ProudOfGujarat

પાનમ અને સંતમાતરોના જંગલમાં શુ વાઘ તેના પરિવાર સાથે રહે છે? અનેક લોકચર્ચાઓ

ProudOfGujarat

શહેરા નગરપાલિકાતંત્ર દ્વારા ગૂમાસ્તાધારાનો કકડ અમલ શરુ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!