Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા સુલતાનપુરા ગ્રુપ ગ્રામ પંચાયતના નવા બનનાર મકાનનું ખાતમુહૂર્ત કરાયુ.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે ગ્રામ પંચાયતના નવા બનાવવામાં આવનાર મકાનનું આજરોજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું. સરપંચ સુરેશભાઇ વસાવા તેમજ ઉપસરપંચ વિનોદભાઇ વસાવાના હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. તાલુકા મથક ઝઘડિયા ખાતે સુલતાનપુરા ઝઘડિયા ગ્રુપ ગ્રામ પંચાયતના નવા બનાવવામાં આવનાર મકાનના ખાત મુહુર્તના કાર્યક્રમમાં સરપંચ સુરેશભાઇ વસાવા, ઉપસરપંચ વિનોદભાઇ વસાવા, ભાજપા અગ્રણી દિનેશભાઇ વસાવા, સંજયસિંહ ચૌહાણ, તલાટી જનકભાઇ, અગ્રણીઓ વિજયસિંહ ચાવડા, નરેન્દ્રસિંહ પરમાર તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે સુલતાનપુરા ખાતે પાણીની ટાંકી પાસે ગ્રામ પંચાયતનું નવું મકાન બનાવાશે. જીલ્લા પંચાયત દ્વારા રુ.૨૫૭૭૦૦૦ ના ખર્ચે આ નવું પંચાયત મકાન બનાવાશે. નવું પંચાયત મકાન બનાવાતા ગ્રામજનોને સુવિધાનો લાભ મળશે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર-હસ્તી તળાવ ખાતે H.T.P.L ક્રિકેટ ટુ્નામેન્ટની વિજેતા ટ્રોફી ભાજપ જિલ્લા યુવા પ્રમુખના હસ્તે આપવામાં આવી…

ProudOfGujarat

વાલિયા 108 એમ્બ્યુલન્સ ના સ્ટાફ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માં દાખલ સગર્ભા મહિલા ને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલ લઈ જતા રસ્તામાં એમ્બ્યુલન્સ માં જ સફળ પ્રસુતિ કરાવી

ProudOfGujarat

ભરૂચમાં થર્ટી ફર્સ્ટ પહેલાં જ ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરતાં 9 ઝડપાયાં

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!