Proud of Gujarat
FeaturedGujaratINDIA

રોજગાર કચેરી નર્મદા દ્વારા બાળકોના ભાવિ ઘડતર અંગે પ્રવાસી શિક્ષકો માટે તાલીમ શિબિર યોજાઈ

Share

સર્વ શિક્ષા અભિયાન હેઠળ સરકારી હાઇસ્કુલ રાજપીપળા ખાતે પ્રવાસી શિક્ષકો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને જિલ્લા રોજગાર વિનિમય કચેરીના અઘિકારી એમ.એસ.પટેલના નેતૃત્વમાં નર્મદા જિલ્લાના રોજગાર કચેરી દ્વારા સર્વ શિક્ષા અભિયાનના તાલીમાર્થીઓને બાળકોના ભાવિ ઘડતર અને કારકીર્દિ માર્ગદર્શન મળે તે હેતુથી આ ઉમદા આયોજન કરાયું હતું. જેમાં વિભાગના કેરિયર કાઉન્સલર કૃષિકા વસાવાએ શિબિરમાં ધો. ૯ થી ૧૨ વિદ્યાર્થીઓ સાથે તેમના ઉજ્જવળ ભાવિને ધ્યાનમાં રાખીને કઇ રીતે પ્રોત્સાહિત કરી શકાય તે માટે જરૂરી અને ઉપયોગી મુદ્દાઓ અંગે પ્રવાસી શિક્ષકોને વિસ્તૃતપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Advertisement

દીપક જગતાપ,રાજપીપલા


Share

Related posts

ભરૂચ જિલ્લા કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી : ઈ-મેલ મળતાં પોલીસ તાત્કાલિક એક્શનમાં, તપાસ બાદ કશું ન મળ્યું

ProudOfGujarat

રાજપીપળામાં વનબંધુ કલ્યાણ પ્રચાર-પ્રસાર-લોકજાગૃત્તિ કેળવવા નર્મદા જિલ્લાના સરપંચશ્રીઓ માટે સેમિનાર યોજાયો.

ProudOfGujarat

રાજપીપલા : શ્યામાપ્રસાદ મુખર્જીની ૬૭ મી પુણ્યતિથિએ નર્મદા જિલ્લામાં બલિદાન દિવસ ઉજવાયો : રાજપીપલા સહિત નર્મદામાં વૃક્ષારોપણઅને પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિના કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!