Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના આંબાખાડી નજીક ધોધમાં નહાવા પડેલા ત્રણ પૈકી બે યુવાનોનું ડૂબી જતા મોત

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના આંબાખાડી ગામે આજરોજ ધોધમાં નહાવા આવેલા ત્રણ મિત્રો પૈકી બે મિત્રોના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. વિગતો મુજબ અંકલેશ્વર તાલુકાના ગડખોલ પાટિયાથી ત્રણ મિત્રો ઝઘડિયા તાલુકાના આંબાખાડી નજીકના ધોધ ખાતે ફરવા માટે ગયા હતા, જ્યાં ધોધમાં નહાવા પડતા આ ત્રણ મિત્રો પૈકી બે મિત્રો અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, તે જોઇને ત્રીજા મિત્રએ બૂમાબૂમ કરતાં આસપાસ રહેલા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા‌ અને ડૂબતા યુવાનોને બચાવવાના પ્રયાસો કર્યા હતા. જેમાં સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ પાણીમાં ડૂબી ગયેલ યુવાનોની શોધખોળ કરવામાં આવતા બન્ને યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા.

ઘટનાની જાણ થતાં મૃતક યુવાનોના પરિવારજનો સ્થળ પર પહોંચતા હૈયાફાટ રૂદન સાથે કરુણ દ્રશ્યો સર્જાયા હતા. યુવાનો ડૂબવાના બનાવની જાણ થતાં જ રાજપારડી પોલીસે ઘટના સ્થળે દોડી આવીને જરુરી કાર્યવાહી હાથ ધરી હતી. આ ડુબી ગયેલ યુવાનો અંકલેશ્વર તાલુકાના ગડખોલ પાટીયા વિસ્તારના જુગલ વૈકુંઠભાઇ પટેલ ઉ.વ ૧૯ અને નિરવ જેન્તીભાઈ ઠાકોર ઉ.વ ૧૯ હોવાનું બહાર આવ્યા હતા. ત્યારબાદ બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અવિધા સરકારી દવાખાને લઇ જવાયા હતા.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા એકમની વિવિધ સમિતિઓની ત્રિ-માસિક બેઠક યોજાઈ

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશનના પ્લે.નં.૪ પર બાકડા પર સુતેલાં શ્રમિકના હાથમાંથી ૨ ગઠિયા મોબાઈલ ચોરી ગયા : સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતાં બે શ્રમજીવીઓએ ચોરી કર્યાનું માલુમ પડતાં ઝડપી પાડયાં

ProudOfGujarat

અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન, ગોઘરા દ્વારા મહિલા કાનૂની દિવસની થયેલ ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!