Proud of Gujarat
FeaturedGujaratINDIA

મુન્દ્રા તાલુકામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી ગૌશાળાઓની અધિકારીઓએ લીધી મુલાકાત

Share

ગૌવંશના પોષણ, નિભાવ અને આશ્રય માટે આર્થિક સહાય ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. જે અન્વયે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના લાગુ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પબ્લિક ટ્રસ્ટ હેઠળ નોંધાયેલી ગૌશાળાઓને પશુદીઠ પ્રતિદિન રૂ.30 ની આર્થિક સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

મુન્દ્રા મામલતદાર વી.એ.પટેલના માર્ગદર્શન હેઠળ મુન્દ્રા સર્કલ ઓફિસર હિતેશ રાજગોરએ મુંદ્રા તાલુકાની પત્રી, રતાડીયા, છસરા, અને ગુંદાલા ગામમાં આવેલી ગૌશાળા-પાંજરાપોળોની આકસ્મિક મુલાકાત લીધી હતી.

Advertisement

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત મુંદ્રા તાલુકાની પાત્રતા ધરાવતી ગૌશાળા-પાંજરાપોળોની વેટરનરી ઓફીસર વિઝિટ કરવામાં આવી હતી.

આ ગૌશાળા-પાંજરાપોળોમાં નિભાવવામા આવી રહેલા અબોલ જીવોની પશુસંખ્યા, પશુઆહાર, પીવાના પાણીની વ્યવસ્થા, આરોગ્ય- સારવાર અને સાફ – સફાઇ વગેરે બાબતોની ખાતરી કરવામાં આવી હતી.

આમ મુન્દ્રા તાલુકામાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી ગૌશાળાઓની અધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાના અમલીકરણ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.


Share

Related posts

નડિયાદમાં વૃધ્ધને ન્યુડ વીડિયો કોલથી બ્લેક મેઇલ કરી ટોળકી એ રૂ. ૪૩ હજાર ખંખેરી લીધા

ProudOfGujarat

ભરૂચમાં કોરોના સામે લડવા હવે NDRF ની ટીમ મેદાનમાં ઉતરી…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પારખેત અને ટંકારીઆ ગામ વચ્ચે ઈકો કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત માં 1 નું મોત અને 2 ને ઇજા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!