Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નર્મદા બ્રીજ પર રીક્ષા પલટી જતાં ચાલક-મુસાફરને ઇજા

Share

જૂના બોરભાઠાની મહિલા શાકભાજી લઇ ભરૂચ આવતી હતી

ભરૂચ

Advertisement

અંક્લેશ્વર તાલુકાના જૂના બોરભાઠાના નિશાળ ફળિયામાં રહેતી અંબાબેન રમેશ પટેલ ભરૂચમાં શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. આજે સવારે તેમની વાડીમાંથી શાકભાજી લઇ ગામના જ પરસોત્તમ મગન પટેલની રીક્ષામાં નિત્યક્રમ મુજબ ભરૂચ આવવા માટે નિકળ્યાં હતાં. દરમિયાનમાં રિક્ષા ચાલક પરસોત્તમ નર્મદા મૈયાબ્રિજ પરથી ભરૂચ આવી શિતલ સર્કલ તરફ નીચે ઉતરી રહ્યાં હતાં. તે વેળાં તેમની સામે એક બાઇક ચાલક આવી જતાં તેમણે અચાનક બ્રેક મારતાં રિક્ષા પલટી ગઇ હતી. અકસ્માતમાં બન્નેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે તેમણે સી ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ઝઘડીયા તાલુકાના વિવિધ પ્રશ્નો બાબતે આમ આદમી પાર્ટીએ નાયબ કલેક્ટરને આવેદન આપ્યુ.

ProudOfGujarat

રાજપીપળા : અખિલ વિશ્વ ગાયત્રી પરિવારે નર્મદાનાં મોટા પીપરીયા વૃદ્ધાશ્રમનાં 23 વડીલોને વિનામુલ્યે મુંબઈ દર્શનનો પ્રવાસ કરાવ્યો.

ProudOfGujarat

પાણી અછતગ્રસ્ત વિસ્તારો માટે રાજ્ય સરકારની ખેડૂતલક્ષી યોજના: ખેત તલાવડીમાં મફત જીઓમેમ્બ્રેન સુવિધા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!