Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ પોલીસે સુરતથી ભાગી આવેલાં બે બાળકોનો વાલીઓ સાથે મેળાપ કરાવ્યો

Share

પરિવારની યાદ આવતાં ભાગી આવ્યાની કેફિયત
। ભરૂચ ।
ભરૂચ સી ડિવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતાં કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ નાઈટ પેટ્રોલિંગમાં હતાં. તે વેળાં બે સગીર બાળકો ચાલતા ચાલતાં કસક સર્કલથી ઝાડેશ્વર તરફ જઈ રહ્યાં હોઈ બન્ને પર તેમને શંકા થઈ હતી. તેમણે તેમને રોકીને પુછપરછ કરતો તેમણે તેઓના નામ ઠામ બતાવવા સાથે તેઓ ભરચના જ હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત તેમણે ઉમેયું હતું કે, તેઓ સુરત ખાતે આવેલાં વાત્સલ્યપામ હોસ્ટેલ ખાતે રહી ત્યાં અભ્યાસ કરતાં હતાં. તેમને પરિવારની ખુબ યાદ આવતી હોવાથી રાત્રીના સમયે તેઓએ હોસ્ટેલમાંથી ચોરીછૂપીથી કોઈને જાણ કર્યા વિના બહાર નિકળી ગયાં હતાં. જે બાદ તેઓ ભરૂચ તેમના ઘરે આવવા માટે નિકળ્યાં હતાં.
ઘટનાને પગલે કોન્સ્ટેબલ વિષ્ણુએ તુરંત તેમના અધિકારીને જાણ કરતાં પીઆઈ એ. વી. પાનમિયા તેમજ પીએસઆઈ બી.એસ. શેલાણાએ બાળકોની પુછપરછ શરુ કરતાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ હોસ્ટેલમાંથી નિકળ્યા બાદ ભરૂચ આવવા માટે વાહન શોધતાં હતાં. તે વેળાં એક ન્યૂઝ પેપરની ઈકો ગાડીવાળાએ તેમને ભરૂચ સુધી લઈ આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેઓની પુછપરછમાં તેઓ ભરૂચના દુબઈ ટેકરી વિસ્તારમાં રહેતાં હોવાનું જણાવતાં ટીમે તેમના પિતાનો સંપર્ક નંબર મેળવી ખાત્રી કરી તેમને પોલીસ સ્ટેશને બોલાવ્યાં હતાં. બીજી તરફ વાત્સલ્ય હોસ્ટલના ગૃહપતિનો પણ સંપર્ક કરતાં તેમના હોસ્ટેલમાંથી બન્ને બાળકો નિકળી ગયાં હોવાનું જણાયું હતું. પોલીસે બાળકોનું કાઉન્સિલીંગ કરી તેમનો તેમના પરિવારજનો સાથે સંપર્ક કરાવ્યો હતો.

Share

Related posts

દેહરાદૂન ખાતે યોજાયેલ યોગ નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમે મેળવી આગવી સિદ્ધિ

ProudOfGujarat

ભરૂચ શહેરમાં એક સાથે એક જ દિવસે આઠ તાળાં તૂટતાં ખળભળાટ..!

ProudOfGujarat

ભરૂચ : દાંડીયા બજાર નજીક મારૂ ફળીયામાં રાત્રીનાં સમયે ધડાકાભેર આગ લાગી…જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!