Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGujaratINDIA

મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર મામલે SIT રચી તપાસ કરવાની માંગ

Share

સરકારના અધિકારીઓ અને ભાજપના નેતાઓની સંડોવણીથી તપાસ અટકાવવામાં આવી
ભરૂચ.
ભરૂચ જિલ્લાના અમોદ અને અન્ય તાલુકાઓમાં મનરેગા યોજના હેઠળ થયેલી કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચારની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર યોજના 100% શુદ્ધિ સાથે ગરીબો અને શ્રમિકો માટે અમલમાં મુકવાની હોય છે, પરંતુ અહીં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી ચલાતી આ યોજનાનો દુરુપયોગ થયો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા તા. 19/05/2023ના રોજ તત્કાલીન ભરૂચ કલેક્ટર તથા રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયને લેખિત રજૂઆત કરી હતી, જેમાં મનરેગા યોજનામાં થઈ રહેલા ભ્રષ્ટાચારની તપાસ માટે વિશેષ તપાસ સમિતિ (SIT) રચવાની માગ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારના કેસમાં રાજ્યના પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્રના નામની સંડોવણી સામે આવી છે. આવી જ રીતે ભરૂચ જિલ્લાના અમોદ તાલુકા સહિતના વિસ્તારોમાં તાલુકા અને જિલ્લા સ્તરના અધિકારીઓ, સરકારી કર્મચારીઓ, અને સત્તાધારી પક્ષના કાર્યકરો દ્વારા રૂપિયા લઈને લાભાર્થીઓને કામ આપી અધિકારી સાથે ની મીલી ભગતથી નકલી કામગીરી બતાવવામાં આવી છે.
આ તમામ વિગતો હોવા છતાં, સરકાર તરફથી અત્યાર સુધી કોઇ પણ ગંભીર પગલાં લેવામાં આવ્યાં નથી. હવે પ્રશ્ન એ છે કે જ્યારે કોગ્રેસ દ્વારા લેખિત રીતે માંગણી કરવામાં આવી હતી, ત્યારે SIT રચવામાં કેમ નહિ આવી? શું સરકારના ઉચ્ચ સ્તરના અધિકારીઓ અને ભાજપના નેતાઓની સંડોવણીને કારણે તપાસને અટકાવવામાં આવી?
ભરૂચના A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હો મજબૂરીમાં નોંધાવવામાં આવ્યો છે. જેની વિગતો જોતા, તેમાં કોઈ પણ સરકારી અધિકારી કે ભાજપના નેતાઓને આરોપી બનાવવામાં આવ્યા નથી.
કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાએ સ્પષ્ટ આરોપ મુક્યો છે કે: “આ કોભાંડ નેતાઓ અને અધિકારીઓની નજર સામે જાહેરમાં રચાયું છે, છતાં તેમની સામે કાર્યવાહી નહિ થાય એ કેવી સ્થિતિ છે?”
આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ભાજપ નુ નેતૃત્વ ભ્રષ્ટાચારીઓની રક્ષા માટે પ્રયત્નશીલ છે.
ગુજરાત કોંગ્રેસની સ્પષ્ટ માગણી

1.ભરૂચ જિલ્લામાં મનરેગા હેઠળ થયેલા તમામ કામોની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ માટે SIT (Special Investigation Team) રચવામાં આવે.
2.ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા સરકારી અધિકારીઓ અને રાજકીય નેતાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
3.દાહોદ બાદ ભરૂચ જિલ્લામાં અને ગુજરાતમા જે રીતે ભ્રષ્ટાચાર પથરાયો છે તેની વ્યાપક તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે પગલાં લેવાય.
4.આજે નોંધાયેલા ગુનામાં જવાબદાર અધિકારીઓ અને નેતાઓના નામ દાખલ ન કરવું એ તંત્રની નિષ્ફળતા છે – તેને પણ તપાસવામાં આવે.


Share

Related posts

અંકલેશ્વરનાં જીતાલી નજીક ઇકો કાર ચાલકે 4 જેટલી બાઇકને ટક્કર મારતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં.

ProudOfGujarat

વડોદરા : દાદાગીરી પર ઉતર્યા પોલીસ કર્મચારી : ડુંગળી મફત ન આપનારા ફેરિયાને માર માર્યો.

ProudOfGujarat

‘આપ’ પર ભાજપની ‘નજર : ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ : આવતીકાલે ભાજપની મોટી બેઠક : તમામ MLAને હાજર રહેવાનો આદેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!