Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના દાંડિયાબજાર વિસ્તારમાં યુવાન પર બે શખ્સોનો હુમલો

Share

ભરૂચ.
ભરૂચના બરેલી ખો અખાડા પાસે રહેતાં જયેશ રાજુ સાવલે ગોવર્ધન હોસ્પિટલ પાસે પીડીઆઇ વિભાગમાં નોકરી કરે છે. તેઓ સાંજે તેમની નોકરી પૂર્ણ કરી તેમની એક્ટિવા પર ઘરે પરત જઇ રહ્યાં હતાં. તે વેળાં સાંતેક વાગ્યાના અરસામાં દાંડિયાબજાર ત્રણ રસ્તા ખાતે આવતાં ત્યાં દુકાનની સામે એક બાઇક ચાલકે અચાનક તેની બાઇક વાળી લેતાં તે સ્લિપ થઇને રોડ પર પડી જતાં જયેશે તેની એક્ટિવા સાઇડમાં ઉભી રાખી તેને ઉભો કરવા જતાં એક રીક્ષાવાળાએ ત્યાં આવી તેની સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો. અને ઢીકપાટુંનો માર મારવા લાગ્યો હતો. દરમિયાનમાં આસપાસના લોકોએ દાંડિયાબજાર પોલીસ ચોકીમાં જાણ કરતાં ત્યાંના જમાદારે ત્યાં આવી તેમને છોડાવવા જતાં રિક્ષાવાળાએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરવા લાગ્યો હતો. તે સમયે બાઇક ચાલક ત્યાંથી નાસી છુટ્યો હતો. પોલીસે રિક્ષાવાળાને ઝડપી પાડી પુછપરછ કરતાં તેનું નામ ભરત રામલાલ કહાર હોવાનું તેમજ ભાગી ગયેલાં શખ્સનું નામ શૈલેષ ગોપાલ કહાર ( રહે. લોઢવાણનો ટેકરો, દાંડિયાબજાર) હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે જયેશ સાવલેએ ભરૂચ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

અંકલેશ્વર તાલૂકાના ખરોડ ખીદમતે ખલક ફાઉન્ડેશન દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ઝઘડિયાના લીમોદ્રા ગામેથી વરલી-મટકાનો જુગાર રમાડતા જુગારીને હજારોના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

ગોધરા ખાતે મહિલા સશક્તિકરણના ભાગરુપે “બેટી બચાવો બેટી પઢાવો”ની જન જાગૃતિ રેલી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!