Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, અંક્લેશ્વર ખાતે પ્રવેશ સત્ર-૨૦૨૫: બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ જાહેરાત

Share

 ભરૂચ
 સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), અંક્લેશ્વરજી.ભરૂચ દ્વારા પ્રવેશ સત્ર-૨૦૨૫ અંતર્ગત બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. સંસ્થામાં વિવિધ ટ્રેડમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે આ એક મહત્વપૂર્ણ તક છે. પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓએ નીચે મુજબની તારીખો અને સૂચનાઓ ખાસ ધ્યાનમાં લેવી:

ચોઈસ ફિલિંગ (પસંદગી ભરવાની) તારીખ:

તા. ૨૮-૦૭-૨૦૨૫ (સોમવાર) થી તા. ૦૪-૦૮-૨૦૨૫ (સોમવાર) સુધી

Advertisement

મેરિટ લિસ્ટ (ગુણવત્તા યાદી) ની જાહેરાત તારીખ:

તા. ૦૭-૦૮-૨૦૨૫ (ગુરુવાર)

સંસ્થામાં પ્રવેશ કન્ફર્મ કરાવવાની તારીખ:

તા. ૦૮-૦૮-૨૦૨૫ (શુક્રવાર) થી તા. ૧૧-૦૮-૨૦૨૫ (સોમવાર) સુધી

ખાસ સુચનાઓ:
        પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં અરજી કરેલ હોય પરંતુ કન્ફર્મ કરેલ ના હોય અથવા રજીસ્ટ્રેશન ફી ભરેલ ના હોય તેવા ઉમેદવારે રજીસ્ટ્રેશન ફી ભરી ચોઇસ ફિલિંગ કરવાની રહેશે.
 જે ઉમેદવારને પ્રથમ રાઉન્ડની કોઈ પણ ચોઈસ પર પ્રવેશ ના મળેલ હોય તેમણે ફક્ત ચોઇસ ફિલિંગ કરવાની રહેશે   જે ઉમેદવારની અરજીમાં ખોટી વિગતો હોવાને લીધે પ્રવેશ રદ થયેલ હોય. તેમણે ફોર્મમાં સુધારો કરાવી જવું અને ફરીથી ચોઇસ ફિલિંગ કરવાની રહેશે.   જે ઉમેદવારે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ હોય અને અન્ય ટ્રેડમાં પસંદગી આપવા માંગતા હોય તો તેમણે બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા સહમતી દર્શાવવાની રહેશે. જે ઉમેદવારે પોતાની સ્વેચ્છાએ પ્રવેશ રદ કરાવેલ હોય અથવા પ્રથમ રાઉન્ડમો મળેલ ટ્રેડમા એડમિશન લીધેલ ના હોય તેવા ઉમેદવારઓએ નવી અરજી કરવાની રહેશે. 

      વધુ માહિતી અને વિગતવાર સૂચનાઓ માટેવિદ્યાર્થીઓ સંસ્થાની વેબસાઇટ અથવા સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરી શકે છે. સમયસર કાર્યવાહી કરીઆ તકનો લાભ લેવા માટે તમામ પ્રવેશાર્થીઓને વિનંતી છે.તેમ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), અંક્લેશ્વરજી.ભરૂચ દ્નારા જણાવવામાં આવ્યું હતું.


Share

Related posts

ઝઘડીયાનાં ધારોલી ગામે દિપડાએ બે વાછરડીનું મારણ કર્યું.

ProudOfGujarat

ભરુચના એક કેમિસ્ટે એક્ષપાયરી ડેટ વાળી દવા આપતા ત્રણ વર્ષના બાળકની તબિયત લથડી.

ProudOfGujarat

ભરૂચ  તથા સુરત જીલ્લા ના વિવિધ વિસ્તારો માથી ટ્રક તથા ડમ્ફર ચોરી કરતી ગેંગના બે સભ્યો ઝડયાપા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!