Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભાઇ સાથેના નાણાંકિય વ્યવહારમાં વકીલ બહેનની ગાડી લઇ જઇ તેને નિર્વસ્ત્ર કરી મારવાની ધમકી

Share

જંબુસર પોલીસ સ્ટેશનમાં મામલામાં ફરીયાદ નોંધાઇ

ભરૂચ.

Advertisement

જંબુસરમાં આવેલી સનરાઇઝ સોસાયટીમાં રહેતાં નસીમબાનુ મોઇન પટેલ વકિલાતનો વ્યવસાય કરે છે. ગત 15મીએ તે બપોરના સમયે તેના ઘરે હાજર હતી તે વેળાં તેમના ભાઇ શકીલ સાથે જંબુસરની ચાંદપીર સોાસયટીમાં રહેતો મુસ્તકીમ મજીદ મલેક તેમના ઘરે આવ્યો હતો. તે વેળાં શકીલે જણાવ્યું હતું કે, આ ભાઇએ તારી ગાડી જબરજસ્તીથી મારી પાસેથી લઇ લીધી છે.જેથી તેમણે મુસ્તકીમને જણાવ્યું હતું કે, તારો જે પણ વ્યવહાર હોય તે શકીલ સાથે છે. તું મારી ગાડી કે જે મારા ફોઇના છોકરા રઉફ અલ્લી ગોળાશેઠના નામે છે તે ગાડી મારા આંગણામાં મુકી જા તેમ કહેતાં મુસ્તાકે ઉશ્કેરાઇને તેમન જાણાવ્યું હતું કે, તારી ગાડી જાવીદ મલેકના ઘરે છે. તું રૂપિયા લઇને આવી તારી ગાડી લઇ જા નહીં તો જાવીદ મલેક તને નિર્વસ્ત્ર કરીને મારશે. જેથી નસીમબાનુએ તેને તું આટલુ ખરાબ બોલતાં તને શરમ નથી આવતી, હું વકીલ છું તું ઓળખે છે ને તેમ કહેતાં મુસ્તાકેે હા હું ઓળખું છું અમે એટલા બધા અઘરા છીએ કે તને અને તારી છોકરીને મારી નાંખી કોતરમાં કે જંગલમાં નાંખી દઇશુ તો પણ કોઇને ખબર નહીં પડે. તે કહં તેની બાઇક લઇને જતો રહ઼યો હતો. મામલાને લઇને તેઓ જંબુસર પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા જતાં ત્યાં નાઝીમ પઠાણે આવી સમાધાનની વાત કરી હતી. તેમની વચ્ચે થોડી વાતચીત થયાં બાદ તેઓ એ ગાડીની ચાવી અને મોબાઇલ પોલીસ ચોકીમાં આપી જતો રહ્યો હતો. ઘટનાને પગલે તેમણે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


Share

Related posts

પાલેજ કુમારશાળામાં મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ.

ProudOfGujarat

ગોધરાથી ૧૨૦૦ જેટલા પરપ્રાંતિય શ્રમિકોને લઈ ફરી એક ટ્રેન લખનઉ ખાતે રવાના થઈ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં દહેગામ ગામે સગીર વયની બાળા ગુમ થયા અંગેની નોંધાયેલી પોલીસ ફરિયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!