Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દિલ્હી-મુંબઈ 8 લેન એક્સપ્રેસ-વે વન સાઈડ બિનસત્તાવાર શરૂ

Share

ભરૂચ-અંકલેશ્વર એક્સપ્રેસ હાઇવે શરૂ, પુનગામ નજીક ડાયવર્ઝન દ્વારા સુરત જવાનું રહેશે

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો ભરૂચથી અંકલેશ્વર સુધીનો હિસ્સો બિન સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે. વાહનચાલકો અંકલેશ્વરના પુનગામ નજીક બનાવાયેલ ડાયવર્ઝનનો ઉપયોગ કરી સુરત તરફ જઈ શકે છે.8 લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેનો 1380 કિમીમાંથી 413 કિમીનો ભાગ ગુજરાતમાં આવેલો છે. ભરૂચમાં પૅકેજ-4 હેઠળ 13 કિમીના હિસ્સામાં અંકલેશ્વરના પુનગામ નજીક ખેડૂતોના પ્રશ્નોના કારણે કામગીરી અટકી હતી. આ કામગીરી હવે પૂર્ણ થઈ ગઈ છે.ભરૂચથી સુરત તરફ જતા વાહનચાલકો એક્સપ્રેસ હાઇવે થઈને અંકલેશ્વરના પુનગામ સુધી પહોંચી શકે છે. ત્યાંથી ડાયવર્ઝન મારફતે અંકલેશ્વર-હાંસોટ-ઓલપાડને જોડતા સ્ટેટ હાઇવે પર જઈ શકે છે. સુરતથી ભરૂચ તરફ જતા વાહનો પણ આ માર્ગનો ઉપયોગ કરી શકે છે.અંકલેશ્વરથી સુરત સુધીનો એક્સપ્રેસ હાઇવે ડિસેમ્બર માસ સુધીમાં શરૂ થઈ જશે. આ માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. આ માર્ગ શરૂ થવાથી ભરૂચ શહેરમાં સર્જાતી ટ્રાફિકજામની સમસ્યા ઘટશે.

Advertisement

Share

Related posts

ભરૂચ : આકસ્મિક સંજોગોમાં તૈયારીના ભાગરૂપે GAIL (india) Ltd ગંધાર કારખાનામાં મોકડ્રીલનું સફળ આયોજન.

ProudOfGujarat

વડોદરા : ગ્રાહકના સ્વાંગમાં બુરખાધારી ત્રણ મહિલાઓ 1.40 લાખની કિંમતનું સોનાનું બ્રેસલેટ ચોરી ફરાર.

ProudOfGujarat

નડિયાદ : ઠાસરામાં જુગારીયાઓ પોલીસથી બચવા આઈસર ટ્રક રસ્તાઓ પર દોડાવી જુગાર રમતા ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!