Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ફરીથી લીંક બસ સેવા શરૂ

Share

ભરૂચ.

ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે ફરીથી લીંક બસ સેવા શરૂ કરવામાં આવી છે. શુક્રવારે સવારે 10 વાગ્યે એમ.કે. કોલેજ ખાતેથી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સેવા હેઠળ ભરૂચ-અંકલેશ્વર રૂટ પર દરરોજ કુલ 16 ટ્રીપ બસો દોડશે, જેમાં પ્રથમ ટ્રીપ સવારે 7.15 વાગ્યે ઉપડશે. બસો અંકલેશ્વર, ભડકોદ્રા, માંડવા, ભોલાવ અને અંકલેશ્વર જીઆઇડીસી જેવા વિસ્તારોને આવરી લેશે.અંકલેશ્વર જીઆઇડીસીમાં રોજ હજારો કામદારો નોકરી માટે આવતા હોવાથી આ સેવા તેમના માટે આર્શીવાદરૂપ સાબિત થશે. ભાડાની વાત કરીએ તો ભોલાવ ડેપોથી ભડકોદ્રા સુધી તથા અંકલેશ્વર જીઆઇડીસી ડેપો સુધીનું ભાડું 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.બસો નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થવાને કારણે મુસાફરોનો સમય બચશે. અગાઉ શરૂ કરાયેલી આ સેવા બંધ થઇ ગઇ હતી, પરંતુ હવે તેને ફરીથી શરૂ કરવામાં આવી છે. આ વખતે રૂટને ભડકોદ્રા સુધી લંબાવવામાં આવતા મુસાફરોને અંકલેશ્વર જીઆઇડીસી પહોંચવામાં વધારે સરળતા રહેશે.

Advertisement

Share

Related posts

ભરૂચની એક્સિસ બેન્કના ATMમાંથી ત્રાહિત વ્યક્તિએ નાણાં ઉપાડી લીધા હોવાની બની ઘટના.

ProudOfGujarat

સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતમાં આંતક મચાવનાર ગેંગને ઝડપી પાડતી પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

નડિયાદ સહિત ખેડા જિલ્લામાં શિવરાત્રિ મહોત્સવની આસ્થાભેર ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!