Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ભરૂચના દહેજ ખાતે રાવણ દહનની જેમ ડ્રગ્સ રૂપી બુરાઈ દહન : રૂા.૩૮૧ કરોડના ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો

Share

ભરૂચ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નશા-મુક્ત ગુજરાત‘ સંકલ્પને વધુ દ્રઢ બનાવવાના ભાગરૂપેરાજ્યના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી નાર્કોટીક્સ જથ્થાના નાશ માટે ભરૂચના દહેજ ખાતે એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં ડ્રગ્સ નાબુદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકેરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને ડ્રગ્સ નાશ નિકાલ કમિટીના સભ્યોએ એન્વાયરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડમાં ડ્રગ્સના જથ્થાનું નિરીક્ષણ કરી જાતમાહિતી મેળવી હતી. ત્યારબાદ વૈજ્ઞાનિક પદ્ધતિથી તમામ નાર્કોટીક્સ જથ્થાનો નાશ કરાયો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના ડ્રગ્સ-ફ્રી ઇન્ડિયાના આહ્વાન અને ઝીરો ટોલરન્સની નીતિ અંતર્ગત આ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી પોલીસ દ્વારા અમદાવાદ શહેરરાજકોટ શહેરમહેસાણાકચ્છ પૂર્વભાવનગરગિરસોમનાથપંચમહાલનવસારીવેસ્ટન રેલ્વે અમદાવાદવેસ્ટન રેલ્વે વડોદરાતાપીસુરત ગ્રામ્યબોટાદઅરવલ્લીભરૂચ અને બનાસકાંઠા જિલ્લાઓના જુદા-જુદા ૪૪૫ જેટલા ગુનાઓમાં જપ્ત કરાયેલા રૂા.૩૮૧ કરોડથી પણ વધુની કિંમતના,૦૦૦ કિલોગ્રામથી વધુના નાર્કોટિક્સના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગેગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કેજે રીતે ગઈકાલે આસુરી શક્તિની બુરાઈને નાથવા સમગ્ર દેશમાં રાવણનું દહન કરવામાં આવ્યું તેજ રીતે ભરૂચની ધરતી પર ગુજરાતભરમાંથી પકડાયેલા દૂષણરૂપી ડ્રગ્સનું દહન કરવામાં આવ્યું છે.તેમણે ભારપૂર્વક જણાવ્યું કેગુજરાત રાજ્યને અડીને આવેલી ગુજરાત પાકિસ્તાન સરહદગુજરાતના તમામ સરહદી વિસ્તારોમહાનગરો, દરિયાઇ સીમા એમ ચારે દીશાઓમાંથી મોટા પાયે ડ્રગ્સ પકડવા માટે ગુજરાત પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

પોલીસ જવાનો જાનની બાજી લગાવીને ડ્રગ્સના દૂષણખોર સામે લડી રહ્યા છે. ડ્રગ્સના સ્રોત (ક્યાંથી આવે છે) અને ગંતવ્ય સ્થાન (ક્યાં જાય છે) ની માહિતી મેળવવી એ ખૂબ જટિલ અને અઘરું કાર્ય હોય છે. તેમ છતાંછેલ્લા ત્રણ વર્ષથી ગુજરાત રાજ્યના પોલીસ દળે ડ્રગ્સ વિરોધી ઓપરેશનની સફળતા અન્ય રાજ્યોના પોલીસ દળો દ્વારા મેળવેલી સિદ્ધિઓ કરતાં પણ વિશેષ  અને ઉલ્લેખનિય છે. આજથી સાડા ત્રણ વર્ષ પેહલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રીવોર્ડ પોલીસી’ બનાવવામાં આવી હતી. પોલીસ જવાનો માટે નીચેના સ્તર સુધી રીવોર્ડ પોલીસી’ નું વધુ માં વધુ ઇમ્પલીમેન્ટેશન થાય એ માટે સરકાર સતત કામ કરી રહી છે. આ પ્રસંગે, ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી દ્વારા ડ્રગ્સ નેટવર્ક પર પ્રહાર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાંઓની જાહેરાત કરી હતી. ગુજરાત રાજ્યમાં એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF)નો  તેમણે વિધિવત પ્રારંભ કરાવી વિગતો આપતા જણાવ્યું હતું કેગાંધીનગરમાં મુખ્ય મથક અને ૬ ઝોનલ કચેરીઓ સાથેની આ ફોર્સમાં ૨૧૩ જેટલા ટેકનિકલ સર્વેલન્સહ્યુમન ઈન્ટેલિજન્ટ સહિત તાલીમબદ્ધ અધિકારીઓ-કર્મચારીઓ માત્ર નાર્કોટિક્સના ગુનાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કરશે. જે ડ્રગ માફિયા અને દૂષણખોરોને નાથવા મહત્વનો ફાળો આપશે. આ ઉપરાંત મંત્રીએ, રાજ્ય સરકારના પ્રો-એક્ટિવ પોલીસિંગના અભિગમ હેઠળ ચાલી રહેલા મેન્ટર પ્રોજેક્ટ‘ ને વધુ સઘન બનાવવાની જાહેરાત કરી હતી. જે અંતર્ગત જામીન પર છૂટેલા ૨૬૪૦ જેટલા નાર્કોટિક્સના આરોપીઓ પર ૧૯૭૮ પોલીસ મેન્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે. લોકોની જનભાગીદારી વધારવાઅભિયાન સ્વરૂપે કેન્દ્ર સરકારની માનસ‘ હેલ્પલાઇન નંબર ૧૯૩૩ જાહેર કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર ડ્રગ્સના કારોબારીઓને કડક ચેતવણી આપતા નશા-મુક્ત ગુજરાતના નિર્માણ માટેના સંકલ્પને દોહરાવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ગોધરા વાલ્મિકીવાસ ખાતે આવેલા અંબામાતાના મંદિર ખાતે પાટોત્સવની ઉજવણી.

ProudOfGujarat

વિરમગામ રાજમાર્ગો ભગવાન જગન્નાથ ની 36 મી ભવ્ય રથયાત્રા યોજાઇ ,હૈયે હૈયું દળાય એવી અઘઘ જનમેદની ઉમટી…

ProudOfGujarat

ઉમરપાડાના પાંચ આંબા ગામમાં ગંજીપાનાનો જુગાર રમતો એક ઈસમ ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!