Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગાંધી આશ્રમ, વેડચ ગામે ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

Share

ભરૂચ 
ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘વિકાસ સપ્તાહ – ૨૦૨૫‘ની ઉજવણી કરવામાં આવી રહી છે, જેનો ઉદ્દેશ્ય ગ્રામ્ય કક્ષાએ સરકારી યોજનાઓનો વ્યાપક પ્રચાર-પ્રસાર અને જનસંપર્ક સાધવાનો છે. આ ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગાંધી આશ્રમ વેડચ, પ્રાથમિક શાળા કહાનવા ગામે ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. સરકારની વિકાસ ગાથાને ગામેગામ પહોંચાડતા વિકાસ રથનું જંબુસર તાલુકાના ગાંધી આશ્રમ, વેડચ, પ્રાથમિક શાળા કહાનવા ગામે ગામમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના નાગરિકોએ રાજ્ય અને કેન્દ્ર સરકારના વિકાસકામોની ગાથા વર્ણવતી શોર્ટ ફિલ્મ નિહાળી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો વિતરિત કરવામાં આવ્યા હતા. મહાનુભાવોના હસ્તે વિવિધ વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત પણ આ તકે કરવામાં આવ્યું હતું. તદુપરાંત, ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને મૂર્તિમંત કરવા અને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ઉપસ્થિત સર્વે મહાનુભાવો અને ગ્રામજનોએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ સ્થળ પર વૃક્ષારોપણ કર્યું હતું.

Share

Related posts

મતદાન પુરુ થવાના ૪૮ કલાક પહેલાથી મતદાન પુર્ણ થાય ત્યાં સુધી રાજકીય પ્રકારના SMS મોકલવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામુ

ProudOfGujarat

આજે પવિત્ર શ્રાવણ માસના રક્ષાબંધન પર્વ નિમિત્તે ઘણીબધી બહેનોમા કહિ ખુશી કહી ગમ છવાઈ જવા પામ્યો હતો

ProudOfGujarat

પુરી અમદાવાદ એકસપ્રેસ ટ્રેનમાંથી 2.93 લાખનો ગાંજો ભરેલી બિનવારસી બેગ મળી : વડોદરા રેલવે પોલીસની એસઓજીની સુરત કેમ્પની ટીમે ઓપરેશન પાર પાડ્યું : ભરૂચ રેલવે પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!