Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભૃગુઋષિ બ્રીજથી એલ્યુમિનિયમ ફેક્ટરી સુધીનો રસ્તો 10 જાન્યુ. સુધી વાહનો માટે બંધ

Share

નવો આરસીસી રોડ બનાવવાની કામગીરી શરૂ થનાર છે
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન. આર. ધાંધલે જાહેરનામું બહાર પાડ્યું
ભરૂચ.
ભરૂચના ભૃગુઋષિ બ્રીજની નીચેથી એલ્યુમિનિયમ ફેક્ટરી સુધી નવો આરસીસી રોડ બનાવવાની કામગીરી શરૂ થનાર છે. જેના પગલે આગામી 10મી જાન્યુઆરી સુધી બ્રીજ નીચેથી પસાર થતાં રસ્તા પરથી અવરજવર માટે પ્રતિબંધ મુકાયો છે. જે અંગે અધિક જિ્લ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ખાસ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
ભરૂચ નગરપાલિકા દ્વારા ભૃગુઋષી બ્રીજના નીચેના ભાગેથી એલ્યુમિનિયમ ફેક્ટરી સુધી આરસીસી રસ્તો બનાવવાનું તેમજ ટ્રીમ ડ્રેઇનનું કામ શરૂ થનાર છે. જે આગામી જાન્યુઆરી મહિના સુધી ચાલનાર હોવાને કારણે આ રોડ પર વાહનોની અવરજવર થઇ શકે તે ન હોવાને કારણે વાહનોને ડાયવર્ટ કરવામાં આવ્યાં છે. જેના ભાગરૂપે નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા આગામી 10મી જાન્યુઆરી 2026 સુધી વાહનો માટે ડાવર્ઝન આપવા માટે અધિક જલ્લા મેજીસ્ટ્રેટ એન. આર. ધાંધલ સમક્ષ રજૂઆત કરી હતી. જેના પગલે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન. આર. ધાંધલે જાહેરનામું બહાર પાડી આગામી 10મી જાન્યુઆરી સુધી રોડ પર વાહનોના પ્રતિબંધ જાહેર કર્યો છે. ઉપરાંત તેમણે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જેમાં નાના વાહનો માટે બાગાયત ઓફિસ ( જુની આઇટીઆઇ) ગુજરાત ગેસ ઓફિસની સામેથી અપના ઘર સોસાયટી, જગન્નાથ મંદિર નાળા થઇ નંદેલાવ તરફ જઇ શકાશે. જ્યારે મોટા વાહનો માટે બે રસ્તા નક્કી કરાયાં છે. જેમાં નંદેલાવથી ફેઇન કેલ્વેરી સ્કૂલ, જયનારાયણ સોસાયટી, શક્તિનાથ સર્કલ નો રસ્તો તેમજ રેલવે ગોદીથી ઋત્વા પેલેસ કોમ્પ્લેક્ષ્થી કલેક્ટર કચેરી સર્કલથી શક્તિના સર્કલ સુધીનો રસ્તો ઉપયોગમાં લઇ શકાશે.

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલ આરોપીની અમદાવાદના સરખેજ પોલીસ મથકથી ટ્રાંસફર વોરન્ટથી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

ProudOfGujarat

વડોદરામાં વુડાના મકાન તથા રામવાટિકા સોસાયટીમાં જુગાર રમતા ચાર મહિલાઓ સહિત 21 ઝડપાયા

ProudOfGujarat

ભરૂચની એક શાળાએથી ઘરે પરત આવતી ત્રણ વર્ષની બાળકી સાથે ઇકો કારના ચાલકે શારીરિક અડપલા કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!