Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા શુકલતીર્થ મેળામાં કાનુની જાગૃતિ માટે પુસ્તિકાઓનું વિતરણ

Share

પવિત્ર શુકલતીર્થ મેળામાં ‘કાનુની સલાહ અને સહાય‘ માટે સ્ટોલ શરૂ કરવામાં આવ્યો હતો

ભરૂચ

Advertisement

ભરૂચ તાલુકાના પવિત્ર શુકલતીર્થ મેળામાં આવતા યાત્રાળુઓના લાભાર્થે તા.૦૩/૧૧/૨૦૨૫ થી તા. ૦૯/૧૧/૨૦૨૫ સુધી ‘કાનુની સલાહ અને સહાય સ્ટોલ‘ શરૂ કરવામાં આવેલ હતો. ભરૂચ જિલ્લાના લોકો પોતાના કાનુની અધિકારો વિષે જાગૃત થાય તે ઉમદા હેતુથી આ સ્ટોલમાં ઉપસ્થિત પેરા લીગલ વોલેન્ટીયર્સ દ્વારા મેળામાં આવતા યાત્રાળુઓને પોતાના કાનુની અધિકારો વિષે સમજ આપી હતી તેમજ અલગ અલગ કાયદાઓની પુસ્તીકાઓનું વિતરણ કરવામાં આવેલ.

       મેળા દરમ્યાન જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ભરૂચ દ્નારા શરૂ ક૨વામાં આવેલ આ ઝુંબેશનો મોટા પ્રમાણમાં લોકોએ ભાગ લીધો. કાનુની સલાહ અને સહાય માટે શરૂ ક૨વામાં આવેલ સ્ટોલની જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સેક્રેટરી પી.પી. મોકાશી ઘ્વારા મુલાકાત લેવામાં આવેલ જેમણે કાર્યક્રમના આયોજનમાં સહકાર આપના૨ તમામ લોકોનો આભાર વ્યકત કર્યા હતો. તેમ  જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.


Share

Related posts

બિકીનીથી સાડીઓ સુધી: કૃષ્ણા શ્રોફ ફેશનના દરેક ક્ષણમાં કેવી રીતે સરળતાથી નિપુણતા મેળવે છે અતુલ્ય ભવ્યતા: દરેક પ્રસંગ માટે કૃષ્ણા શ્રોફની ડ્રેસિંગ માર્ગદર્શિકા

ProudOfGujarat

લાઈફ ઈન્સ્યોરન્સ પર વીમો મેળવવાની લાલચ આપી યુવાન સાથે ૨૯.૫૦ લાખની ઠગાઈ

ProudOfGujarat

ભરૂચ : દેશ કોરોના મહામારીથી મુક્તિ મેળવે તે માટે સાંસદ મનસુખ વસાવાએ સ્તંભેશ્વર મહાદેવનાં દર્શન કરી પૂજા અર્ચના સાથે પ્રાર્થના કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!