અંકલેશ્વર પાલિકા અને નોટિફાઈડ વિભાગ જળસંકટ સામે ઝઝૂમવા ઉદ્યોગ જગત સજ્જ બન્યું છે. 35 દિવસના પાણી કાપ માં રહેણાંક વિસ્તાર ને પ્રાધાન્ય : ઉકાઈ જમણા કાંઠા ની નહેર વિભાગ દ્વારા 26 ડિસેમ્બર થી 35 દિવસ માટે પાણી સપ્લાય પર કાપ મૂકવામાં આવનાર છે. જીઆઇડીસી તળાવ માં સંગ્રહ કરવા ઉપરાંત ઝઘડીયા જીઆઇડીસી માં થી પાણી લેવાનું આયોજન કરાયું છે. રહેણાંક માં સવારે 6 થી વાગ્યા સુધી જયારે ઉદ્યોગો ને સવારે 10 થી 5 વાગ્યા સુધી પાણી મળશે. પાલિકા દ્વારા 35 દિવસ ના પાણી જથ્થો સ્ટોર કરશે તો વધારાના ની જરૂરિયાત માટે બોર ની મદદ લેશે
ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ દ્વારા 26 ડિસેમ્બર થી 35 દિવસ માટે પાણી સપ્લાય પર કાપ મૂકવામાં આવનાર છે. નહેર વિભાગ આ સમય દરમિયાન કેનલમાં મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે
અંકલેશ્વર જીઆઇડીસી રહેણાંક વિસ્તાર અને ઉદ્યોગનગરમાં પાણી પુરવઠો પહોંચાડતી ઉકાઈ નહેર વિભાગ દ્વારા ડિસેમ્બરથી 35 દિવસ માટે મેન્ટેનન્સની કામગીરી ને પગલે પાણી કાપ નો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રહેણાંક માં સવારે 6 થી વાગ્યા સુધી જયારે ઉદ્યોગો ને સવારે 10 થી 5 વાગ્યા સુધી પાણી મળશે. આ જળ સંકટ સામે ઝઝૂમવા ઉદ્યોગજગત સજ્જ થઈ ગયું છે. જોકે આ સમય દરમિયાન જીઆઇડીસી રહેણાંક અને ઉદ્યોગનગરમાં જળસંકટના એંધાણ વર્તાય રહ્યા છે.જોકે બીજી તરફ ઉદ્યોગોને મળતા પાણી પુરવઠામાં કાપ મુકીને રહેણાંક વિસ્તાર પ્રાધાન્ય આપવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. નોટિફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા સંચાલિત રિઝર્વ તળાવમાંથી મળતો પાણી પુરવઠા પર કાપ મુક્યા બાદ પાણી નો વધુ પુરવઠો ઝઘડીયા જીઆઇડીસી પાસેથી મેળવવામાં આવશે,જેના કારણે રહેણાંક વિસ્તારમાં પાણીની વધુ ખેંચ ન પડે તેના પર તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવી રહ્યું છે
બીજી તરફ અંકલેશ્વર પાલિકા ગામ તળાવ ફિલ્ટર પ્લાન્ટ ની 30 દિવસ ની ક્ષમતા ના તળાવ માં સ્ટોરેજ કરવામાં આવશે તો લેકવ્યૂ પાર્ક ના તળાવ માં વધારા નો જથ્થો સ્ટોર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ પાલિકા ના 22 બોર ઉપરાંત નવા બોર ઉભા કરવા નું પણ આયોજન કરાયું છે જેથી શહેર ની જનતા ને પૂરતા પ્રમાણમાં પાણી મળી શકે.
