Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પતિના મૃત્યુ બાદ બાળકો સાસુ લઇ જતાં મહિલાએ એસીડ પીતા અન્નનળી સંકોચાઇ ગઇ : સેવાયજ્ઞ સમિતિએ જટિલ સર્જરી કરાવી સાજી કરી

Share

ભરૂચમાં એસિડ પી જનાર મહિલાની અન્નનળી સંકોચાઈ ગઈ હતી.જેના કારણે માત્ર ગ્લુકોઝના બોટલો પર નિર્ભર મહિલાની સેવાયજ્ઞ સમિતિએ જટિલ સર્જરી કરાવી પુનઃ નવજીવ આપતા આજે દરેક ભોજન આરોગી સ્વસ્થ જીવન જીવી રહી છે.

ભરૂચ જિલ્લામાં સેવાયજ્ઞ સમિતિ હંમેશા ગરીબ અને દિન દુખીઓની સેવા માટે જાણીતી છે.ત્યારે આવી જ એક સેવા કરીને એક મહિલાને નવજીવન આપ્યું છે.ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના અંદાડા ગામમાં રેશ્મા દેવીપૂજક નામની મહિલા રહે છે.અંદાજીત દોઢ વર્ષ પહેલા તેનો પતિ રેલ્વેમાં અકસ્માતમાં મોત નિપજ્યું હતું.ત્યાર બાદ તેની સાસુ તેના બાળકને લઈને વતન જતી રહી હતી.આ બાબતે રેશ્માએ ઘણા પ્રયત્નો કર્યા પણ તેની સાસુએ તેનું બાળક તેને નહી આપતા મનમાં લાગી આવતા એસિડ પી લીધું હતું.તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી.એસિડના કારણે તેની અન્નનળી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.તેના ગળાની અન્નનળી સંકોચાઈ ગઈ હતી જેના કારણે તે કઈ જ વસ્તુ જમી શકતી પણ ન હતી.જેથી ચાર મહિના સુધી તે માત્ર ગ્લુકોઝની બોટલો પર જ રહી હતી.જોકે ત્યાર બાદ તે સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ પાસે આવી પોતાની વ્યથા જણાવી હતી.જેથી રાકેશ ભટ્ટે રેશ્માની પ્રથમ ભરૂચમાં સર્જરી કરાવી પાણી અને લિક્વિડ જાય તે માટેની સર્જરી કરાવી હતી.જેના કારણે તે
પાણી,દૂધ અને લિક્વિડ લેવા લાગી હતી. પરતુ અન્ય લોકોને બધી વસ્તુઓ ખાતા જોઈ રડતા રડતા રાકેશ ભટ્ટને મારે પણ બધું ખાવું હોવાની રજૂઆત કરી હતી.જેથી સેવાયજ્ઞ સમિતિ દ્વારા તેને સુરત ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં તેની
ઈસોફગસ સ્ક્રીન ગ્રાફટીંગ પાઇપિંગ નામની અન્નનળી અને પેટની જટીલ સર્જરી કરાવી હતી.આ સર્જરી બાદ આજે રેશ્મા દેવીપૂજક બધી જ વસ્તુઓ આરોગી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીઈબી કચેરી ખાતે લોકોનો હલ્લો, કાળઝાર ગરમી વચ્ચે લાઈટો ડૂલ થતા લોકોમાં આક્રોશ

ProudOfGujarat

નબીપુર સાર્વજનિક હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે આંખોનો નિદાન કેમ્પ યોજાશે.

ProudOfGujarat

નડિયાદ પશ્ચિમમાં આવેલ સ્કુલ આગળ અકસ્માત સર્જાતા બે કિશોરીને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!