Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સાયખાની આલકેમી ફાઈનકેમ કંપનીમાં ગેસગળતર-બ્લાસ્ટથી ત્રણ કર્મી ઘવાયાં

Share

મધ્યરાત્રીએ બનેલી ઘટનાના અવાજથી આસપાસના ગામોમાં લોકોમાં ફફડાટ ફેલાયો

કેમિકલ લિકેજ થવા સાથે બ્લાસ્ટ થતાં તેનો ધડાકો દૂર સુધી સંભળાયો

Advertisement

।ભરૂચ ।

પાનોલી, ઝઘડિયા તેમજ દહેજ બાદ સાયખા જીઆઈડીસીની કંપનીમાં અકસ્માત સર્જાયાની ઘટના બની છે. જેમાં અલકેમી ફાઈનકેમ કંપનીમાં એકાએક બ્લાસ્ટ થતાં ત્રણ શ્રમિકોને ઈજાઓ થઈ હતી. જોકે, તેમને તુરંત ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. કેમિકલ લિકેજ થવા સાથે બ્લાસ્ટ થતાં તેનો ધડાકો દૂર સુધી સંભળાયો હતો. ઘટનાને પગલે આસપાસના ગામોમાં દહેશત ફેલાઈ હતી. જોકે, લિકેજ પર તુરંત કાબુમાં લેવાતાં મોટી દુર્ઘટના બનતાં રહી ગઈ હતી.

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૭૨ કલાકમાં ઝઘડિયા, પાનોલી, તેમજ જીઆઈડીસી બાદ ગઈકાલે રાત્રે વાગરાની સાયખા જીઆઈડીસી વિસ્તારમાં વધુ એક કંપનીમાં અકસ્માતની ઘટના બની છે. સાયખા જીઆઈડીસીમાં આવેલી અલકેમી ફાઈનકેમ કંપનીમાં મંગળવારે સાંજના સમયે અચાનક બ્લાસ્ટ થતા દુર્ઘટના સર્જાઈ હતી. કંપનીના ઈબીએડીઈપી પ્લાન્ટના બીજા માળ પર બેન્ઝાઈલ કલોરાઈડની રિસીવર ટેન્કમાંથી લિકેજ થવાને કારણે ત્યાં કંપનીમાં કામ કરી રહેલાં ૧૨૫ જેટલા કર્મચારીઓ પૈકીના ૩ કર્મચારીઓને કેમિકલથી અસરથતાં તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં કેમિકલથી ઘવાયેલાં કર્મચારીઓના નામ રાધવેન્દ્ર, અરશદ પટેલ તેમજ હુસેન ઈલ્યાસ પટેલની સારવાર ચાલી રહી છે.

બ્લાસ્ટના કારણે આસપાસના ૧૦ કિમી ત્રિજયામાં કંઈક અજુગતુ બન્યું હોવાને પગલે ચિંતાની લાગણી ફેલાઈ ગઈ હતી. બ્લાસ્ટના કારણે આસપાસના ગામમાં ધરતીકંપ જેવો અહેસાસ થવા સાથે બ્લાસ્ટનો અવાજ આવતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્ટેશનનો કાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો.

તાજેતરમાં વહિવટી તંત્રએ દહેજમાં ખાસ મોકડ્રીલ યોજી હતી

કંપનીમાં કેમિકલ દુર્ઘટનામાં લોકોનો બચાવ કેવી રીતે કરી શકાય, દુર્ઘટના કેવીરીતે ટાળી શકાય તે સહિતના વિવિધ મુદ્દાઓની ચોક્કસ માહિતી મળી તે માટેની ખાસ મોકડ્રીલ યોજવામાં આવી હતી. મોકડ્રીલ યોજના માંડ ૧૫ દિવસ વિત્યાં હશે ત્યાં વાગરાની સાયખા જીઆઈડીસી સહિત ૪ સ્થળ કંપનીઓમાં અકસ્માતની ઘટના બની છે.
બેનઝાઈલ ક્લોરાઈડ કેમિકલની ટાંકમાં પ્રેશર વધતાં દુર્ઘટના વધી

ઈન્ડસ્ટ્રીગલ સેફ્ટી એન્ડ હેથ વિભાગના આશુતોષ મેરૈયાએ જણાવ્યું હતુ કે, બેન્ઝલાઈન ક્લોરાઈડની ટેન્કમાં પ્રશર વધી જવાને કારણે લિકેજ થવાથી ઘટના બની હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. શિયાળાની મોસમમાં આ પ્રકારની ઘટનના બનવાની શક્યતાઓ વધી જાય છે. લોખંડનો સામાન એક તરફ ગરમીથી પોતાની ફેલાય છે અને બીજી તરફ ગરમ રહે છે. ઠંડીની મોસમમાં લોખંડનો સામાન સંકળાઈ જતો હોવાને કારણે લિકેજ સહિતની ઘટનાઓ બનતી હોય છે.


Share

Related posts

રાજપથનું નામ બદલવા પર રાજકારણ ગરમાયુ, કોંગ્રેસ નેતાએ કર્યું સમર્થન.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોરને પાંજરામાં પકડવાની કામગીરી હાથ ધરાઈ.

ProudOfGujarat

અટાલી ગામ પાસે રોંગ સાઇડે આવેલાં છોટાહાથીની ટક્કરે બાઇક સવાર બે ગંભીર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!