Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળામાં પ્રયોગશાળાનું ઉદ્દઘાટન કરાયું

Share

વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળા ખાતે ગુજરાત ગાર્ડિયન કંપની દ્વારા નિર્માણ પામેલ પ્રયોગશાળાનું ઉદ્દઘાટન કરાયું.

ગુજરાત ગાર્ડિયન કંપની સી.એસ.આર ફંડમાંથી વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યા મંદિર શાળાના ધોરણ-11- 12 સાયન્સ વિભાગની પ્રયોગશાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જે પ્રયોગ શાળાનું ગાર્ડિયન કંપનીના નિકિતા વ્યાસ,અક્ષત,યતીન અને
નવચેતન એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી ડો.વનરાજસિંહ મહિડા, ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહજી મહિડા , સહમંત્રી અશ્વિનસિંહજી વિહારીયા,ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ સાયણીયા અને સુરેન્દ્રસિંહજી કોસાડાના હસ્તે રીબીન કટિંગ થકી ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે શાળાના આચાર્ય પરેશભાઈ પટેલ સાહેબ એ ગુજરાત ગાર્ડિયન કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ અધ્યતન લેબોરેટરી થકી વાલીયા વિસ્તારની આજુબાજુના વિદ્યાર્થીઓ કે જેઓ સાયન્સ વિભાગમાં અભ્યાસ કરે છે.તેઓને અત્યંત આધુનિક પદ્ધતિથી અભ્યાસક્રમના નવા નવા પ્રયોગોનો અભ્યાસ કરવા મળશે.અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ નો વિકાસ થશે.આ કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાન શિક્ષક હિરેનભાઈ દિહેણીયાએ કર્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે મહારાષ્ટ્રનાં અક્કલકુવા પોલીસ મથકે નોંધાયેલ પ્રોહિબિશન અંગેના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડયો હતો.

ProudOfGujarat

ભાદી ગામની સીમમાં પાંજરામાં દીપડો ઝડપાતા ગ્રામજનોમાં હાશકારો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના બાવાગોર દરગાહનો ઉર્સ કોરોના મહામારીને લીધે મોકૂફ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!