Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

તમારા સીસીટીવી કેમેરાના એંગલ અમારા ઘર તરફ કેમ રાખ્યા છે કહેતાં ત્રણ જણાનો દપતિ પર હુમલો

Share

 

ભરૂચના શુક્લતીર્થ ગામે ગણેશવિહાર સોસાયટીની ઘટના

Advertisement

ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલી ગણેશ વિહાર સોસાયટીમાં રહેતાં મેહુલસિંહ મહેન્દ્રસિંહ પરમાર તેમની પત્ની તેમજ બે સંતાનો સાથે રહે છે. દરમિયાનમાં તેમની સોસાયટીમાં રહેતાં સુધાબેન નાગજી ઠાકોરે તેમના ઘરે સીસીટીવી કેમેરા લગાવ્યાં હતાં જોકે, એક કેમેરાનો એંગલ મેહુલસિંહના ઘર તરફ હોવાનું લાગતાં તેમની પત્ની હિનાબેનને શંકા હોઇ દંપતિ સુધાબેનને તે બાબતે જાણ કરી તેમને તેમના સીસીટીવી કેમેરાના એંગલ તેમના ઘર પુરતા રાખવા કહેતાં તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી. દરમિયાનમાં તેમનો પુત્ર કર્તવ્ય ઠાકોર તેમજ દિશાંત ઠાકરો ત્યાં આવ પહોંચ્યાં હતાં. જેથી તેમણે તેમને પણ સીસીટીવી કેમેરાના એંગલ બાબતે કહેવા જતાં તેઓ ઉશ્કેરાઇ ગયાં હતાં. તેઓએ મળી દંપતિ પર હુમલો કરી તેમને ઇજાઓ પહોચાડી હતી. અરસામાં આસપાસના લોકોએ દોડી આવી તેમન છુટાં પાડ્યાં હતાં. જોકે, જતાં જતાં કર્તવ્ય તેમજ દિશાંત તથા તેમની માતાએ તેમને આ વખત તો તમને જવા દઇએ છીએ બીજી વાર જો સામે આવ્યા છો તો જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી છે.


Share

Related posts

રાજપીપળા : ડુમખલ પંચાયત દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓ માટે બસ ચાલુ કરાવવા બાબતે રાજપીપળા ડેપો મેનેજરને આવેદન આપ્યું.

ProudOfGujarat

મહારાષ્ટ્ર : 35000 ખેડૂત મુંબઈમાં, આ પ્રદર્શન સાથે જોડાયેલ 10 મહત્વપૂર્ણ વાતો

ProudOfGujarat

સમની પાસે આવેલ નર્મદા હોટલ સ્તિથ ટાયર પંચર રીપેરીંગની દુકાનમાં વીજ કરંટ લાગતા એક ઇસમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!