Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરપાલિકામાં પ્રાથમિક સુવિધાઓ મુદ્દે પ્રમુખની કેબીન સામે ધરણાં

Share

ભરૂચ

ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં કેટલાંક વોર્ડમાં મુળભુત સુવિધાઓ મળતી ન હોવાના આક્ષેપ સાથે શુક્રવારે આમ આદમી પાર્ટીના કાર્યકરો તેમજ વોર્ડ નંબર-૨ના સ્થાનિકોએ પ્રમુખની કેબીન સામે જ ધરણાં કર્યા હતાં. સ્થાનિકોની પાથમિક સુવિધાઓનું કામ ૧૦ દિવસમાં નહીં ચાય તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી હતી.

Advertisement

ભરૂચ નગરપાલિકાના કેટલાંક વિસ્તારમાં લોકોને પ્રાથમિક સુવિધા મળી રહી નથી તેવો આક્ષેપ તેવા આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ લેખિતમાં આવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, વર્ષોથી ભાજપ શાસિત નગરપાલિકામાં નાગરિકો પાસેથી પાણીનો વેરો, સફાઈ વેરો તેમજ પર વેરા સહિતના કર લેવામાં આવે છે. જોકે, શહેરના અનેક વિસ્તારમાં હાજી પણ ખુલ્લી ગટર, બંધ સ્ટ્રીટ લાઈટો તેમજ પીવાના પાણીની અછત સહિતની પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. આદમી પાર્ટીના કાર્યકરો તેમજ વોર્ડ નંબર રના સ્થાનિક રહિશોએ પ્રમુખ કેબીનની સામે ધરણાં કર્યા હતાં. અને સુત્રોચ્ચાર કરી પાલિકા કચેરીને ગાજવી હતી.

આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે, અગાઉ અનેકવાર પાલિકા સત્તાધિશોને આ બાબતે રજૂઆતો કરવામાં આવી છે. જોકે, હજી સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. આજે વોર્ડ નં. ૨ના સ્થાનિકો પણ રજૂઆત કરવા આવ્યાં હતા. જેથી તે અંગે તેમણે પાલિકાને લેખિતમાં ફરિયાદ આપી છે. જેમાં જો ૧૦ દિવસમાં યોગ્ય નિકાલ નહી આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરી જરૂર પડશે પાલિકા કચેરીની તાળાબંધી કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી.


Share

Related posts

નેત્રંગ નગર સહિત તાલુકાભરમા ૭૩ માં ગણતંત્ર દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

મહારાજા વિજયસિંહજી મહારાજ ના સ્ટેચ્યુ ક્લાઘોડા સર્કલ ની દીવાલ સાથે ટ્રક ભટકાતા મોટું નુકસાન

ProudOfGujarat

કેવડીયા ખાતે આરોગ્ય વન, ચિલ્ડ્રન-ન્યુટ્રીશન પાર્ક, સરદાર સરોવર નર્મદા ડેમ, રિવર રાફટીંગ, કેકટસ ગાર્ડન, બટરફ્લાય ગાર્ડન તેમજ એકતા નર્સરીની મુલાકાત લેતા ગુજરાતના મહેસૂલમંત્રી કૌશિકભાઈ પટેલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!