Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની શ્રવણ વિદ્યાલયમાં વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે કવિ સંમેલન યોજાશે

Share

। ભરૂચ ।

વિશ્વ માતૃભાષા દિવસ એટલે કે,૨૧ મી ફેબ્રુઆરીના રોજની દરવર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચમાં તેની ઉજવણી કરવામાં આવનાર છે. ગુજરાત સાહિત્ય અકાદમી બુધકવિ સભા તેમજ શ્રવણ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે શ્રવણ વિદ્યાલયમાં શનિવારે સવારે ૧૧.૩૦ કલાકે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચના જ વિવિધ કવિઓ પોતાની કૃતિઓ રજૂ કરશે. જેમાં કવિશ્રી રમેશ પ્રજાપતિ, પ્રમોદકુમાર પંડ્યા, જતીન પરમાર ખાસ ઉપસ્થિત રહેશે અને પોતાની કવિતાઓ રજૂ કરશે. ભરૂચના સાહિત્ય અકાદમી પુરસ્કૃત ભરૂચના સાહિત્યકાર રમણિક અગ્રવાત મહેમાન તરીકે ખાસ હાજર રહેનાર છે.ત્યારે ભરુચની ભાષાપ્રેમઓને માતૃભાષાનું મહિમાગાન કરવા આમંત્રણ પાઠવાયું છે.

Advertisement

Share

Related posts

રાજપીપલા ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મનસુખભાઇ વસાવા સહિતના મહાનુભાવોના હસ્તે ૬ લાભાર્થી ભૂલકાંઓને પ્રતિક રૂપે બે જોડી યુનિફોર્મનું કરાયું વિતરણ.

ProudOfGujarat

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષાએ પંખો પડતા સુપરવાઈઝર ઈજાગ્રસ્ત

ProudOfGujarat

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં તરછોડાયેલું નવજાત શિશુ મળ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!