Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વેજલપુરની પાંચ વર્ષની આઈરાનો પહેલો રોજો, પરિવારમાં ખુશીની લાગણી

Share

ભરૂચ શહેરના વેજલપુર પારસીવાડ વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની નાનકડી બાળકી આઈરા એજાજહુસેન પટેલે આ વર્ષે પોતાનો પહેલો રોજો રાખતા પરિવારમાં આનંદ અને ગૌરવનો માહોલ છવાઈ ગયો હતો. નાની ઉંમરે જ ધાર્મિક ભાવના અને સમર્પણ સાથે રોજો રાખી આઈરાએ સૌનું દિલ જીતી લીધું છે.
રોજા દરમિયાન આઈરાએ પૂરા ઉત્સાહ અને શ્રદ્ધા સાથે અલ્લાહની ઈબાદત કરી હતી. આખો દિવસ અન્ન અને જળ લીધા વગર તેણે ધીરજ અને સંકલ્પ સાથે રોજો પૂર્ણ કર્યો હતો. સાંજે ઈફ્તાર સમયે પરિવારજનો સાથે મળીને દુઆ કરી અને અલ્લાહ તઆલાની બંદગી કરી હતી. આઈરાના આ પગલાને પરિવારજનો અને નજીકના સગાસંબંધીઓએ બિરદાવ્યું હતું. વડીલોએ તેને શુભકામનાઓ આપી અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે દુઆઓ કરી હતી. નાની ઉંમરે પોતાની ધર્મ પરંપરાનું પાલન કરી આઈરાએ પરિવારનું નામ રોશન કર્યું છે. આ પ્રસંગે પરિવારજનોમાં ગર્વ અને ખુશીની લાગણી જોવા મળી હતી, જ્યારે નાનકડી આઈરાના ચહેરા પર પણ પહેલો રોજો પૂર્ણ કરવાનો અનોખો આનંદ ઝળહળી રહ્યો હતો.

Share

Related posts

અંકલેશ્વરનાં કે.ઈ.સી કેમ્પસમાં જવાહર બક્ષીના માનમાં ગઝલ સંધ્યા કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

આમોદ તાલુકાના આછોદ ગામનાં યુવાનને ભરૂચ જિલ્લા કલેકટરના આદેશથી રાજકોટ જેલ પાસા હેઠળ મોકલવામાં આવ્યો.

ProudOfGujarat

30 સપ્ટેમ્બર, 2021 ના રોજ સમાપ્ત થયેલા અર્ધ વર્ષની કામગીરી – આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!