Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાડી પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, 1238 લાભાર્થીઓએ વિવિધ સેવાઓનો લાભ લીધો

Share


રાજ્ય સરકાર પ્રેરિત અભિયાન હેઠળ એક જ સ્થળે અનેક સરકારી સેવાઓ ઉપલબ્ધ


વાંકલ :

Advertisement

રાજ્ય સરકાર પ્રેરિત સેવાસેતુ કાર્યક્રમનો બીજો તબક્કો વાડી ગામે પી.એમ. શ્રી પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને કુલ 1238 જેટલા લાભાર્થીઓએ વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો હતો.

કાર્યક્રમ દરમિયાન નાગરિકોને એક જ સ્થળે વિવિધ શાસકીય યોજનાઓ અને સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ખાસ કરીને આવકના દાખલા, જાતિના દાખલા, આધાર સંબંધિત સેવાઓ, આરોગ્ય ચકાસણી સહિતની વિવિધ સેવાઓનો લાભ લોકોને આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મામલતદાર રાજુભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી સી.એમ. કોલચા, ડૉ. વિપુલભાઈ, સરપંચ ભુપેન્દ્રસિંહ, પૂર્વ સરપંચ હરિશભાઈ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય શાંતિલાલ તેમજ પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિપુલભાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શાળાના આચાર્ય પંકજભાઈ ચૌધરી, વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ અને તલાટી કમ મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.

કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતા સ્થાનિક લોકોએ રાજ્ય સરકારના આ પ્રયાસની પ્રશંસા કરી હતી અને આવા કાર્યક્રમો ગ્રામ્ય વિસ્તારોમાં વધુ યોજાય તેવી માંગ પણ વ્યક્ત કરી હતી.


Share

Related posts

નર્મદા જિલ્લામાં ૭૫ લાખ રૂપિયાની ખંડણી મામલે નિવૃત્ત જજની SIT દ્વારા નિષ્પક્ષ તપાસ કરવાની કોંગ્રેસની માંગ

ProudOfGujarat

ગાંધીનગર – નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ટૂંક સમયમાં તેનું ઑફ-કેમ્પસ ઉત્તરાખંડમાં શરુ થશે

ProudOfGujarat

ભરૂચનાં કોવિડ સ્મશાનમાં મૃતદેહ યથાવત રહેતા ચિંતાજનક સ્થિતિ, 24 કલાકમાં 42 થી વધુ લોકોને અગ્નિદાહ કરાયા..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!