Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની દીકરી ધારા જાદવે રાષ્ટ્રીય યોગાસન ન્યાયાધીશ તાલીમ પૂર્ણ કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું

Share

ભરૂચ :
હરિયાણાના પવિત્ર કુરુક્ષેત્ર ખાતે ગીતા જ્ઞાન સંસ્થાનમાં આયોજિત ૭મા રાષ્ટ્રીય યોગાસન ન્યાયાધીશ તાલીમ કાર્યક્રમમાં ભરૂચની પ્રતિભાશાળી દીકરી ધારા જાદવ એ સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરી જિલ્લામાં ગૌરવની લાગણી જગાવી છે.

આ તાલીમ કાર્યક્રમનું આયોજન યોગાસન ભારત દ્વારા વિશ્વ યોગાસનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તા. ૧૩ થી ૧૭ માર્ચ દરમિયાન યોજાયેલા પાંચ દિવસીય આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમમાં દેશભરના ૨૮ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી કુલ ૧૨૦ તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ યોગાસન ક્ષેત્રે નિષ્પક્ષ અને પ્રશિક્ષિત ન્યાયાધીશો તૈયાર કરવાનો હતો.

Advertisement

ધારા જાદવે આ તાલીમ ડૉ. જયદીપ આર્ય, ઉદિત શેઠ અને ઉમંગ ડોન ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.

તેમની આ સિદ્ધિ બદલ યોગ ક્ષેત્રના આગેવાનો તેમજ ભરૂચ જિલ્લાના રમતગમત જગત દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આગામી સમયમાં તેઓ રાષ્ટ્રીય સ્તરની યોગાસન સ્પર્ધાઓમાં ન્યાયાધીશ તરીકે સેવાઓ આપી શકશે.


Share

Related posts

આજરોજ ડોક્ટર્સ ડે નિમિત્તે GVK ઈ.એમ.આર.આઈ 108 ઈમરજન્સી સેવા, એમ.એચ.યુ તથા ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ડોકટર સાથે મળીને ભરૂચ સિવિલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

ભરૂચ : વોર્ડ નંબર ૧૦ ઘાસમંડાઈ વિસ્તારમાં ઉભરાતી ગટરોનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોમાં રોષ.

ProudOfGujarat

મંદિર નો રસ્તો રોકીને યુવતી એવી રીતે ઉભી રહી કે સીધો પ્રેમનો દ્વાર ખુલી ગયો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!