Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ચૈત્ર માસમાં માતાજીના આઠમ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી

Share

વાંકલ : માંગરોળ તાલુકાના વાંકલ ગામે ચૈત્ર માસ નિમિત્તે માતાજીના આઠમ પર્વની ભક્તિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. ગામના અંબાજી માતાજીના પટાંગણમાં આ પવિત્ર પ્રસંગે વિશેષ હોમ-હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી હતી અને શ્રદ્ધાભાવથી પૂજા-અર્ચના કરી હતી. હવન દરમિયાન ધાર્મિક મંત્રોચ્ચાર સાથે વાતાવરણ ભાવમય બની ગયું હતું. ભક્તોએ અંબાજી માતાજીના દર્શન કરી આત્મિક શાંતિ અને ધન્યતા અનુભવી હતી.

Advertisement

આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અંબાજી માતાજી મંદિરના પ્રમુખ કલ્પેશભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું, જેને ગામલોકો અને ભક્તોએ વખાણ્યું હતું.


Share

Related posts

ઉમરપાડાનાં જંગલ વિસ્તારમાં ભરવાડ પશુપાલકો આદિવાસીઓનાં હક પર તરાપ મારતા આક્રોશ ફેલાયો.

ProudOfGujarat

સુરત : મિલમાં કોલસો ઠાલવવા આવેલી ટ્રકે શ્રમિકને કચડ્યો, સ્થળ પર જ મોત.

ProudOfGujarat

નવરાત્રી દરમ્યાન અમદાવાદ જીલ્લાના ૪૫૦થી વધુ ગામોમાં વાહકજન્ય રોગ અંગે જનજાગૃતિ કરાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!