Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડામાં વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે ટી.બી. દર્દીઓને પ્રોટીન પાવડરનું વિતરણ

Share

વાંકલ:

ઉમરપાડા તાલુકા ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી નિમિત્તે શ્રી રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત દ્વારા ટી.બી.ના દર્દીઓ માટે પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

વિશ્વ ક્ષય દિવસ દર વર્ષે ૨૪ માર્ચે ઉજવવામાં આવે છે, જે દિવસ Robert Koch દ્વારા ટી.બી.ના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી તે યાદગાર બનાવે છે.

આ કાર્યક્રમ જિલ્લા ક્ષય અધિકારી ડો. દિનેશ વસાવાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો, જેમાં અંદાજે ૬૦ જેટલા ટી.બી.ના દર્દીઓને પોષણ પૂરું પાડવા માટે પ્રોટીન પાવડર આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ડો. દિનેશ વસાવાએ દર્દીઓને સમતોલ આહાર, નિયમિત દવાઓ અને યોગ્ય સારવાર દ્વારા ટી.બી. રોગમાંથી મુક્તિ મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે વિજય ધંધુકિયા (પ્રોગ્રામ મેનેજર, શ્રી રામકૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ) પણ ઉપસ્થિત રહ્યા હતા અને દર્દીઓને સહાયતા આપવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો. વિપુલ બરોડિયાએ જિલ્લા કક્ષાના અધિકારીઓ તથા આરોગ્ય સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.


Share

Related posts

ખેડૂત વિરોધી કાયદો રદ્ કરવા માંગરોળના કોંગ્રેસ આગેવાનોની માંગ

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનું ગોડાઉન ઝડપાયું, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો

ProudOfGujarat

આજે ” નેશનલ મિલ્ક ડે ” નાં ભાગરૂપે ભરૂચની દૂધધારા ડેરી દ્વારા બાઇક રેલી યોજી હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!