Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભોળી રેલવે પોલીસને પુન: ચકમો આપી ઇન્દિરા નગરનો કુખ્યાત બુટલેગર દમણથી રેલવે મારફતે લાવેલાં દારૂના જથ્થા સાથે ઝડપાયો

Share

અંકલેશ્વરનો બૂટલેગર દેશી દારૂ આપી ગયો હોવાની કબુલાત
। ભરૂચ ।
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલી ઈન્દિરાનગર ઝૂપડપટ્ટીમાં રહેતાં કુખ્યાત બુટલેગર બબુલ ઉર્ફે દિનેશ પાટણવાડિયાના ઘરમાંથી વધુ એકવાર વિદેશીદારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે તેના ઘરમાંથી ૪૭ હજારનો દારૂ જપ્ત કર્યો છે. ત્યારે દેશી દારૂ તેને અક્લેશ્વરનો એક બુટલેગર આપી ગયો હોવાની અને વિદેશીદારૂ તે ટ્રેન મારફતે દમણથી લાવ્યો હોવાની કબુલાત કરી છે
ભરૂચ એ ડિવિજન પોલીસ સ્ટેશનનો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ઈન્દિરાનગર ઝૂપડપટ્ટી ખાતે રહેતા કુખ્યાત બુટલેગર દિનેશ ઉર્ફે બબુલ પાટણવાડિયાએ તેના ઘરમાં વિદેશીદારૂનો જથ્થો ઉતાર્યો છે. જેના પગલે ટીમે તેના ઘરે દરોડો પાડતાં દિનેશ ઉર્ફે બબુલ તેમને ઘરમાં જ મળી આવતાં તેની ધરપકડ કરી ઘરમાં તલાસી લેતાં સફેદ કલરના મિણિયા થેલામાં વિદેશીદારૂની કુલ ૪૬ હજારથી વધુની મત્તાની ૧૪૩ બોટલ તેમજ ૧ હજાર રૂપિયાની મત્તાનો દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે તેની પ્રાથમિક પુછપરછ હાથ ધરતાં તેણે કબુલ્યું હતું કે, અંકલેશ્વરના નવા કાસીયા ગામે રહેતો નરેશ વસાવા નામનો બુટલેગર તેને દેશીદારુ આપી ગયો હતો. જ્યારે તે જાતે દમણ ફરવા ગયો હતો. ત્યારે તેણે દમણથી દારૂ ખરીદી ટ્રેન મારફતે ખર્ચો કાઢવા માટે લઈ આવ્યો હતો. ત્યારે તેણે વધુ એકવાર રેલવે પોલીસને ચકમો આપ્યો હોવાની તેમજ પોલીસ દ્વારા વારંવાર તેના ત્યાંથી દારૂ પકડવામાં આવતો હોવા છતાં તેણે દારૂનો વેપલો ચાલુ રાખવામાં આવતો હોાવથી તેણે પોલીસ કે કાયદો અને વ્યવસ્થાનો કોઇ ડર રહ્યો ન હોવાનું લાગી રહ્યું છે. ઉપરાંત પોલીસ દ્વારા પણ તેને વારંવાર પકડવા છતાં તેની સામે કડક કાર્યવાહી કે જેનાથી તે તેનો દારૂનો ધંધો કેમ નથી કરાતી તેમ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

Share

Related posts

ઝાડેશ્વરમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગા-પ્રાણાયામ કાર્યક્રમ યોજાયો, 150થી વધુ લોકોએ લીધો લાભ

ProudOfGujarat

ભરૂચમાં આવેલા ઉદ્યોગોને જિલ્લા કલેકટર દ્વારા ઉત્પાદન શરૂ કરવાની મંજૂરી આપતા કર્મચારીઓ બસમાં જવાનાં બદલે બાઇક લઇને જતા આજે અસંખ્ય લોકોને અંકલેશ્વર પોલીસે બાઈક સાથે ડિટેઇન કરી દંડ કર્યો.

ProudOfGujarat

આદિવાસીઓ પર થતા અન્યાય અત્યાચારના વિરોધમાં ઝઘડીયા ખાતે ધરણાં પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!