Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

20 વર્ષની સેવા બાદ અવગણના! જીગ્નેશભાઈની ભાજપને અલવિદા : વોર્ડ-8માં રાજકીય ગરમાવો

Share

ભરૂચ શહેરના રાજકારણમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. પ્રયોશા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિક અને ભાજપના સક્રિય કાર્યકર જીગ્નેશભાઈ બ્રહ્મભટ્ટે વોર્ડ નંબર 8 માટે ટિકિટ ન મળતા જિલ્લા પ્રમુખને પોતાનું રાજીનામું સોંપતા રાજકીય માહોલ ગરમાયો છે.

છેલ્લા બે દાયકાથી ભાજપ સાથે સંકળાયેલા રહી સેવા આપનાર જીગ્નેશભાઈને ટિકિટ ન મળતા તેમના સમર્થકોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. સામાજિક કાર્યકર તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર જીગ્નેશભાઈ વિસ્તારમાં લોકપ્રિયતા ધરાવે છે, જેના કારણે હિંદુ, મુસ્લિમ અને આદિવાસી મતદારોમાં પણ ભાજપ પ્રત્યે નારાજગી ફેલાઈ છે.

Advertisement

આ ઘટનાને પગલે 100થી વધુ સમર્થકો જીગ્નેશભાઈને મળવા પહોંચી પોતાના અસંતોષ વ્યક્ત કર્યો હતો અને તેમને અપક્ષ અથવા અન્ય પક્ષમાંથી ચૂંટણી લડવા પ્રોત્સાહિત કર્યા હતા. સમર્થકોએ તેમને જીતાડવાનો દૃઢ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળે છે.

રાજકીય પરિસ્થિતિને જોતા, જો જીગ્નેશભાઈ સ્વતંત્ર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરે છે, તો વોર્ડ નંબર 8માં ભાજપ માટે આવનારા દિવસોમાં પડકારજનક સ્થિતિ ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share

Related posts

ડેડીયાપાડા ખાતર કેન્દ્ર ખાતે ખેડૂતો યુરિયા ખાતર લેવા એક દિવસ અગાઉ આવી જાય છે છતાં પૂરતું ખાતર મળતું નથી.

ProudOfGujarat

ભરૂચ ના ચકચારી બી જે પી નેતાઓ ના ડબલ મર્ડર કેસ બાદ થી સુરક્ષા માં આવેલ  બહુચરાજી મંદિર ના પૂજારી જયકર મહારાજે તેઓને આપવા માં આવેલ પ્રોટેક્શન  ગાર્ડ ઉપર હુમલો કરતા ચકચાર મચ્યો હતો…

ProudOfGujarat

નર્મદા ચોકડી થી દહેજ સુધી મસમોટા શોપિંગ સેન્ટરો અને ફ્લેટોમાં ચકલું પણ ફરકતું નથી.જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!