Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક વધ્યો, કરમાલી ગામે ત્રણ વાછરડાંનો શિકાર

Share

ભરૂચ : જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાના વધતા આતંકને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ભરૂચ તાલુકાના કરમાલી ગામે ગઈકાલે મોડી સાંજે દીપડાએ ગાયના ત્રણ વાછરડાં પર હુમલો કર્યો હતો. જેમાં બે વાછરડાંને સ્થળ પર જ મારી નાખ્યા જ્યારે એક વાછરડાને દીપડો ઉપાડી ગયો હતો.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, હવે દીપડો સમી સાંજે જ શિકાર માટે બહાર નીકળતો હોવાથી ગામલોકોમાં ભય ફેલાયો છે. અગાઉ પણ તવરા ગામે એક ફાર્મહાઉસની દીવાલ કૂદતો દીપડાનો વીડિયો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.

Advertisement

કરમાલી ગામમાં આ પહેલાં પણ દીપડાએ બકરાના બચ્ચાનો શિકાર કર્યો હોવાની ઘટના સામે આવી હતી. સતત બનતી આવી ઘટનાઓને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો થયો છે અને રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

ગ્રામજનો દ્વારા વન વિભાગને દીપડાને પકડવા અથવા યોગ્ય પગલાં લેવા માંગ કરવામાં આવી છે જેથી ગામમાં સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.


Share

Related posts

ભરુચ ખાતે GST રજિસ્ટ્રેશન હેલ્પ ડેસ્ક સેન્ટર નું પ્રિન્સિપાલ ચીફ કમિશનર રાજીવ ગુપ્તા ના હસ્તે ઉદ્ઘાટન.

ProudOfGujarat

પાલેજ ગામ પંચાયતમાં શાળાનાં બાળકોને સ્કૂલ બેગ વિતરણ કરાયું

ProudOfGujarat

અંકલેશ્વરના સેંગપુર ગામે શેરડીના ખેતરમાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!