Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાન: જિલ્લા પંચાયતમાં 72.97% અને તાલુકા પંચાયતમાં 72.92% નોંધાયું

Share

ભરૂચ :

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય/પેટા ચૂંટણી-એપ્રિલ 2026 અંતર્ગત ભરૂચ જિલ્લામાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા તમામ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રક્રિયા સુચારૂ રીતે પૂર્ણ થઈ હતી.

Advertisement

જાહેર કરાયેલા આંકડા મુજબ, ભરૂચ જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ 72.97 ટકા મતદાન નોંધાયું છે, જ્યારે તાલુકા પંચાયતોમાં સરેરાશ 72.92 ટકા મતદાન થયું છે.

તાલુકાવાર મતદાન ટકાવારી

નેત્રંગ તાલુકા પંચાયત – 84.12%
વાલિયા તાલુકા પંચાયત – 81.81%
ઝઘડિયા તાલુકા પંચાયત – 81.39%
હાંસોટ તાલુકા પંચાયત – 79.02%
વાગરા તાલુકા પંચાયત – 77.06% 
આમોદ તાલુકા પંચાયત – 74.03%
અંકલેશ્વર તાલુકા પંચાયત – 68.39%
જંબુસર તાલુકા પંચાયત – 68.37% 
ભરૂચ તાલુકા પંચાયત – 63.36%

નગરપાલિકા મુજબ મતદાન

ભરૂચ નગરપાલિકા – 63.21%
વોર્ડ 1 – 63.34% | વોર્ડ 2 – 68.27% | વોર્ડ 3 – 51.10%
વોર્ડ 4 – 58.54% | વોર્ડ 5 – 49.77% | વોર્ડ 6 – 61.54%
વોર્ડ 7 – 60.49% | વોર્ડ 8 – 64.22% | વોર્ડ 9 – 74.77%
વોર્ડ 10 – 71.07% | વોર્ડ 11 – 64.30%

અંકલેશ્વર નગરપાલિકા – 72.35%
વોર્ડ 1 – 71.42% | વોર્ડ 2 – 74.25% | વોર્ડ 3 – 63.83%
વોર્ડ 4 – 71.72% | વોર્ડ 5 – 74.81% | વોર્ડ 6 – 66.96% 
વોર્ડ 7 – 74.13% | વોર્ડ 8 – 76.81% | વોર્ડ 9 – 75.28%

આમોદ નગરપાલિકા – 81.28%
વોર્ડ 1 – 89.20% | વોર્ડ 2 – 84.43% | વોર્ડ 3 – 78.56%
વોર્ડ 4 – 84.58% | વોર્ડ 5 – 72.87% | વોર્ડ 6 – 82.98%

જંબુસર નગરપાલિકા – 77.40%
વોર્ડ 1 – 66.92% | વોર્ડ 2 – 65.79% | વોર્ડ 3 – 82.82%
વોર્ડ 4 – 82.01% | વોર્ડ 5 – 77.77% | વોર્ડ 6 – 81.66%
વોર્ડ 7 – 83.57%

આમ, સમગ્ર જિલ્લામાં શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાનું ચૂંટણીતંત્ર દ્વારા જણાવાયું છે.


Share

Related posts

માંગરોળ : વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજમાં વન્ય જીવ સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

ઉમરપાડા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઇ

ProudOfGujarat

બુધવારનું રાશિ ભવિષ્ય : જાણો કોને આજે પ્રેમમાં મળશે નિષ્ફળતા, તો કોને છે ધન પ્રાપ્તિનો યોગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!