Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ નગરપાલિકામાં સમિતિઓના ચેરમેન પદ માટે દોડધામ તેજ : કોઈ દાવેદારીમાં વ્યસ્ત, તો કોઈ “ખુરશી” માટે દૂઆમાં મશગૂલ

Share

 

ભરૂચ શહેરની ભરૂચ નગરપાલિકામાં સત્તાપક્ષનું સત્તા સંભાળવાનું કાઉન્ટડાઉન શરૂ થતાં જ રાજકીય ગરમાવો વધ્યો છે. પ્રમુખ પદ માટે એક તરફ પક્ષની અંદર જોરદાર હોડ જામેલી છે, ત્યારે બીજી તરફ વિવિધ સમિતિઓના ચેરમેન પદ મેળવવા માટે સભ્યોમાં પણ અંદરખાને ખેંચતાણ શરૂ થઈ ગઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

સૂત્રોના જણાવ્યા મુજબ, નગરપાલિકાની વિવિધ સમિતિઓમાં સ્થાન મેળવવા આતુર કેટલાક સભ્યોએ અત્યારથી જ પાલિકાના આંટાફેરા શરૂ કરી દીધા છે. ખાસ કરીને કઈ સમિતિ વધુ “મહત્વની” ગણાય, ક્યાં કેબિન સારી છે, ટેબલ-ખુરશીની વ્યવસ્થા કેવી છે તેમજ અન્ય સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તેની પણ છૂપી રીતે ચકાસણી કરવામાં આવી રહી હોવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે.

નગરપાલિકાના ગલિયારાઓમાં હાલ એક જ ચર્ચા સાંભળવા મળી રહી છે— “કઈ સમિતિમાં કોની લોટરી લાગશે?” કેટલાક સભ્યો ખુલીને ચેરમેન પદ પર પોતાનો દાવો મજબૂત કરી રહ્યાં છે, જ્યારે કેટલાક સભ્યો “ખુરશી” મળે તે માટે રાજકીય ગણિત સાથે દૂઆ પણ કરતા જોવા મળી રહ્યાં છે.

આગામી દિવસોમાં પ્રમુખ અને સમિતિઓની રચનાને લઈને રાજકીય સમીકરણો વધુ રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share

Related posts

ખેડા : કઠલાલમાં બંધ મકાનમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરી તસ્કરો ફરાર

ProudOfGujarat

ભરૂચમાં દુકાનોનાં શટર તોડી તથા મંદિરમાં ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરતી “એ” ડીવીઝન.

ProudOfGujarat

ભરૂચમાં બે જણાએ યુવાનને ફટકાર્યો, બહેન સાથે સંબંધ રાખનારને ટોકતાં તેના ભાઇનો હુમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!