Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અધિકમાસ નિમિત્તે ભરૂચ પાંજરાપોળ ખાતે બ્રહ્મભોજનનું આયોજન : ગૌપૂજન અને પુણ્યદાન સાથે મોટી અગિયારસે ભક્તિમય માહોલ

Share

ભરૂચ :: ગૌતીર્થ સમાન ગણાતી ભરૂચ પાંજરાપોળ ખાતે અધિકમાસ નિમિત્તે અધિક જેઠ સુદ અગિયારસના શુભ અવસરે બ્રહ્મભોજન તથા ગૌપૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મોટી અગિયારસના પાવન દિવસે ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ગૌભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પુરુષોત્તમ માસમાં ગૌસેવા, ગૌપૂજન અને પુણ્યદાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તે અનુસંધાને ગૌ મનોરથીઓ દ્વારા બ્રહ્મભોજનનું આયોજન કરી ધાર્મિક ભાવનાને વધુ પ્રગટ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ગૌમાતાની પૂજા-અર્ચના સાથે સુખ-સમૃદ્ધિ અને લોકકલ્યાણ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી.

Advertisement

આ પ્રસંગે ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટીઓ, ગૌ પુજારીઓ તેમજ ગૌ મનોરથીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું અને ગૌસેવાના સંદેશ સાથે સેવાભાવની અનોખી ઝલક જોવા મળી હતી.


Share

Related posts

જંબુસરના ઇસનપુર ઝામડી ગામે દરીયામાં માછીમારી કરવા ગયેલ યુવકનુ ડૂબી જતા મોત

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને Skit.ai એ ગ્રાહકોને બહેતર અનુભવ આપવા માટે મોટર અને આરોગ્ય વીમા માટેના દાવાની સ્થિતિને ટ્રેક કરવા માટેની જટિલ પ્રક્રિયાને સરળ બનાવવી.

ProudOfGujarat

પાનોલીમાંથી જી.પી.સી.બી. એ સોલ્વન્ટ સહિતનો વેસ્ટનો જથ્થો ઝડપ્યો…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!