Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગાયત્રીનગરના શ્રી જલારામ બાપા મંદિરે અધિક પુરુષોત્તમ માસની પૂનમે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

Share

 

ભરૂચ શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલ શ્રી જલારામ બાપા મંદિરે અધિક પુરુષોત્તમ માસની પૂનમ નિમિત્તે શ્રી સત્યનારાયણ ભગવાનની પવિત્ર કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવ્યો હતો.

Advertisement

કાર્યક્રમની શરૂઆત વૈદિક મંત્રોચ્ચાર સાથે શ્રી સત્યનારાયણ ભગવાનના પૂજન-અર્ચનથી કરવામાં આવી હતી. કથાવાચકે અધિક પુરુષોત્તમ માસનું આધ્યાત્મિક મહત્વ, શ્રી સત્યનારાયણ ભગવાનની મહિમા તથા સનાતન ધર્મના સંસ્કારો અંગે ભાવિકોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

કથા દરમિયાન સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું અને ભક્તોએ ભાવપૂર્વક કથાશ્રવણ કર્યું હતું. અંતમાં મહા આરતી યોજાઈ હતી, જેમાં ઉપસ્થિત સૌ ભક્તોએ ઉમંગભેર ભાગ લીધો હતો.

ત્યારબાદ ભક્તોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન માટે મંદિર ટ્રસ્ટના હોદ્દેદારો, સેવાભાવી કાર્યકરો અને ભક્તજનોએ ભારે જહેમત ઉઠાવી હતી.


Share

Related posts

વલસાડની સિંગર વૈશાલી હત્યા કેસમાં પોલીસે પંજાબના મુખ્ય કોન્ટ્રાક્ટ કિલરની કરાઇ ધરપકડ.

ProudOfGujarat

ભરૂચની એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન તેમજ હોમી લેબના સૌજન્યથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન…

ProudOfGujarat

અંકલેશ્વરની અમરાવતી નદીમાં વિશ્વ પર્યાવરણના દિવસે અસંખ્ય માછલીઓનું મૃત્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!