Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં નારાયણનગરમાં ₹1.62 લાખના દાગીના ચોરી ચોર ફરાર : ધાબા પર પરિવાર સૂતો, નીચે ચોરે તિજોરી સાફ કરી

Share

ભરૂચ શહેરના નારાયણનગર-2 વિસ્તારમાં ચોરીની ચકચારી ઘટના સામે આવી છે. પરિવાર રાત્રે ધાબા પર સૂતો હતો ત્યારે અજાણ્યા ચોરે રહેણાંક મકાનમાં ઘૂસી તિજોરી તોડી અંદાજે રૂ.1.62 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, ફરિયાદી અમિત ગોહીલ અને તેમનો પરિવાર 2 જૂનની રાત્રે ઘરના ધાબા પર સુતો હતો. દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ મકાનનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ્યો હતો.

Advertisement

બીજા દિવસે સવારે પરિવાર નીચે ઉતર્યો ત્યારે મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો જોવા મળ્યો હતો. ઘરમાં તપાસ કરતાં તિજોરીઓ ખુલ્લી હાલતમાં મળી આવી હતી. લોકરમાંથી સોનાની ચેઇન, બુટ્ટી, લક્કી, પેન્ડલ, વીંટી, જડ તેમજ ચાંદીની લક્કી અને પાયલ સહિત કુલ રૂ.1.62 લાખના દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું.

ઘટનાની જાણ થતાં ભરૂચ શહેર પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી આસપાસના CCTV ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે આરોપીને શોધવા કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવ – “શતાબ્દી શક્તિ સંગમ ૨૦૨૫”નો ભવ્ય કાર્યક્રમ

ProudOfGujarat

દિવ્યાંગ વાલીઓના બાળકો માટે સ્કુલ કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો : વર્લ્ડ વાઇડ હ્યુમનકેર ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે કાર્યક્રમનું આયોજન

ProudOfGujarat

કોસંબાની મહાદેવ યાર્ન કંપનીમાં ભીષણ આગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!