Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાંચ વર્ષથી ફરાર સજા પામેલ આરોપીને SOG ભરૂચે ઝડપી પાડ્યો : કોર્ટ દ્વારા આરોપીને છ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી

Share

 

ભરૂચ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી ફરાર ચાલતા સજા પામેલ આરોપીને એસ.ઓ.જી. ભરૂચની ટીમે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપનસિંહ અને પોલીસ અધિક્ષક અક્ષય રાજ ના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને પકડવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી.

Advertisement

આ દરમિયાન પો.ઇન્સ્પેક્ટર એ.વી. પાણમીયા ની આગેવાની હેઠળ એસ.ઓ.જી. ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.

પકડાયેલ આરોપી પ્રતિક યોગેશકુમાર ખત્રી પ્રતિક યોગેશકુમાર ખત્રી રહે. નાગ ગલી, ઉમિયા માતાના મંદિર સામે, દાંડીયા બજાર, ભરૂચનો રહેવાસી છે. તેની સામે વર્ષ 2018ના ક્રિમિનલ કેસ નંબર 1840/2018 અંતર્ગત Negotiable Instruments Act કલમ 138 હેઠળ ગુનો નોંધાયો હતો.

કોર્ટ દ્વારા આરોપીને છ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. જોકે સજા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો અને લાંબા સમયથી પોલીસ પકડથી દૂર રહ્યો હતો. અંતે એસ.ઓ.જી. ભરૂચની ટીમે આરોપીને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

આ કામગીરીમાં ASI નરેન્દ્રભાઈ જુલાલભાઈ અને HC શિવાંગસિંહ પ્રતાપસિંહે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. SOG ભરૂચની આ કામગીરીથી લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવામાં પોલીસની સતર્કતા ફરી એકવાર સાબિત થઈ છે.


Share

Related posts

નર્મદા જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા નર્મદા કલેકટરને રાંધણ ગેસ સિલિન્ડરમાં થયેલો ભાવ વધારો પાછો ખેંચવાની માંગ કરતું આવેદન આપવામાં આવ્યું હતું.

ProudOfGujarat

માંગરોળ : વાંકલ, લવેટ અને વેરાકુઈ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસનાં શંકાસ્પદ વ્યક્તિઓનાં હોમ ટુ હોમ સર્વે કરી, સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરવામાં આવી.

ProudOfGujarat

હાર્દિક પટેલ, શ્વેતા બ્રહ્મભટ્ટ આજે સીઆર પાટીલની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!